ICC ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સુપર 8ની મેચમાં ઝિમ્બાબ્વેને 72 રને હરાવી દીધું. મેચમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 256 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો, પરંતુ તેના જવાબમાં ઉતરેલા ભારતીય બોલર્સે 184 રન પણ લૂંટાવ્યા હતા. બોલમાં સૌથી વધુ નિરાશાજનક પ્રદર્શન શિવમ દુબેનું રહ્યું.શિવમ દુબેએ ઇનિંગમાં માત્ર 2 ઓવર ફેંકી, પરંતુ તેની લાઇન લેન્થ એટલી ખરાબ રહી કે તેણે 46 રન લૂંટાવી દીધા.
શિવમે પહેલી ઓવરમાં કુલ 26 રન આપ્યા
માત્ર એટલું જ નહીં, જ્યારે શિવમ પોતાની પહેલી ઓવર ફેંકવા આવ્યો ત્યારે તેને એક ઓવર પૂરી કરવા માટે 11 બોલ ફેંક્યા. જો શિવમે વધુ એક વાઈડ કે નો-બોલ ફેંક્યો હોત તો તેની ઓવરમાં 12 બોલ થઈ જાત. શિવમે પોતાની પહેલી ઓવરમાં કુલ 26 રન આપી દીધા. ઇનિંગની 15મી ઓવર ફેંકવા આવેલા શિવમે પહેલા 4 બોલમાં જ 16 રન આપી દીધા હતા. આવી સ્થિતિમાં વધુ ધોલાઈથી બચવા માટે તેણે 3 વાઈડ અને 1 નો-બોલ ફેંક્યો. જેમ તેમ કરીને તેણે ઓવર પૂરી કરવા માટે છેલ્લો બોલ ફેંક્યો, જેમાં પણ એક છગ્ગો આવ્યો. આમ, શિવમે પોતાની પહેલી જ ઓવરમાં 26 રન આપી દીધા.













