પાકિસ્તાન T20 વર્લ્ડકપ 2026 સુપર 8 માટે ક્વોલિફાય થનારી છેલ્લી ટીમ બની ગઈ છે. પાકિસ્તાને નામિબિયાને 102 રનથી હરાવીને સુપર 8માં સ્થાન મેળવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.


ભારત અને પાકિસ્તાન સહિત કુલ 8 ટીમોએ સુપર 8માં સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાન સુપર 8માં તેની બધી મેચ શ્રીલંકાની ધરતી પર રમશે. સુપર 8 મેચ 21 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 દિવસમાં કુલ 12 મેચ રમાશે.

સુપર 8માં 4 ટીમોના બે ગ્રુપ

સુપર 8ના ગ્રુપ Aમાં ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે છે, જ્યારે ગ્રુપ B માં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન 21 ફેબ્રુઆરીએ પોતાની પહેલી સુપર 8 મેચ રમશે. આ મેચ સાંજે 7 વાગ્યે રમાશે. ભારત 22 ફેબ્રુઆરીએ પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમશે અને છેલ્લી મેચ 1 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમશે.

જાણો સમગ્ર શેડ્યુલ 

તારીખમેચસ્થળસમય (IST)
22 ફેબ્રુઆરીઈંગ્લેન્ડ વિ. શ્રીલંકા આર. પ્રેમાદાસા સ્ટેડિયમબપોરે 3 વાગ્યે
22 ફેબ્રુઆરીભારત વિ. સાઉથ આફ્રિકાનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદસાંજે 7 વાગ્યે
23 ફેબ્રુઆરીઝિમ્બાબ્વે વિ. વેસ્ટ ઈન્ડિઝવાનખેડે સ્ટેડિયમ, મુંબઈસાંજે 7 વાગ્યે
24 ફેબ્રુઆરીઈંગ્લેન્ડ વિ. પાકિસ્તાનપલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમસાંજે 7 વાગ્યે
25 ફેબ્રુઆરીન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકાઆર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોસાંજે 7 વાગ્યે
26 ફેબ્રુઆરીવેસ્ટ ઈન્ડિઝ વિ. સાઉથ આફ્રિકાનરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદબપોરે 3 વાગ્યે
26 ફેબ્રુઆરીભારત વિ. ઝિમ્બાબ્વેએમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈસાંજે 7 વાગ્યે
27 ફેબ્રુઆરીઈંગ્લેન્ડ વિ. ન્યુઝીલેન્ડઆર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોસાંજે 7 વાગ્યે
28 ફેબ્રુઆરીપાકિસ્તાન વિ. શ્રીલંકાપલ્લેકેલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમસાંજે 7 વાગ્યે
1 માર્ચઝિમ્બાબ્વે વિ. દ.આફ્રિકાઅરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હીબપોરે 3 વાગ્યે
1 માર્ચભારત વિ. વેસ્ટ ઈન્ડિઝઈડન ગાર્ડન્સ, કોલકાતાસાંજે 7 વાગ્યે

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ

  • Follow us on: