T20 વર્લ્ડકપમાં આયર્લેન્ડે ફક્ત બે મેચ રમી છે, પરંતુ ટુર્નામેન્ટની મધ્યમાં ટીમને મોટો ફટકો પડ્યો છે. આયર્લેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સ્ટર્લિંગ ઈજાગ્રસ્ત થયો હતો અને તે નોંધપાત્ર પીડામાં જોવા મળ્યો હતો. સ્ટર્લિંગ બેટિંગ કરવા માટે બહાર આવ્યો હતો, પરંતુ માત્ર એક બોલ પછી હર્ટ થઈ ગયો હતો અને ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો હતો.
આયર્લેન્ડને મોટો ઝટકો
T20 વર્લ્ડ કપ 2026માં તેની બંને શરૂઆતની મેચ હારી ગયેલા આયર્લેન્ડને મોટો ફટકો પડ્યો છે. ટીમના કેપ્ટન પોલ સ્ટર્લિંગ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. સ્ટર્લિંગની જગ્યાએ સેમ ટોપિંગને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટોપિંગનો આ પહેલો કોલ-અપ છે. એવું માનવામાં આવે છે કે ટોપિંગ ઓમાન સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે ફિલ્ડિંગ કરતી વખતે સ્ટર્લિંગને ઘૂંટણની ઈજા થઈ હતી. મેચ પછી, કોચે કહ્યું કે તેની ઈજા ગંભીર લાગી રહી છે.













