ન્યુઝીલેન્ડ સામેની T20 વર્લ્ડકપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી છે. આ મેચમાં તેણે માત્ર 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 50 રનની આ ઈનિંગ સાથે સેમસને વિરાટ કોહલીની બરાબરી પણ કરી લીધી છે. સંજુ સેમસન T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલમાં અડધી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. આ સાથે તેણે વિરાટ અને કેએલ રાહુલના ખાસ ક્લબમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે.
સંજુ સેમસનએ T20 વર્લ્ડકપ 2026માં આ સિદ્ધિ મેળવી
પાકિસ્તાનના શાહિદ આફ્રિદી T20 વર્લ્ડકપના સેમિફાઈનલ અને ફાઈનલ બંનેમાં અડધી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી હતો. તેણે 2009ના T20 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ 2014ના T20 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ તે વર્લ્ડ કપના સેમિફાઇનલ અને ફાઇનલ બંનેમાં પચાસથી વધુ રન બનાવ્યા હતા. હવે, સંજુ સેમસનએ ચાલુ T20 વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી છે.













