T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા ફાઈનલ જીતીને ત્રીજી વખત T20 વર્લ્ડકપ જીતવાનું લક્ષ્ય રાખશે, જ્યારે ન્યુઝીલેન્ડ પાસે પહેલી વાર ચેમ્પિયન બનવાની તક હશે.


T20 વર્લ્ડકપની 10 સીઝનમાં આ ભારતની ચોથી ફાઈનલ હશે. ભારતે આ પહેલા 2007 અને 2024 સીઝનમાં T20 વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી, જ્યારે 2014માં શ્રીલંકા સામે હારીને રનર્સ-અપ રહ્યું હતું. ભારતીય ટીમ પોતાના ટાઈટલનો સફળતાપૂર્વક બચાવ કરવાનો ટાર્ગેટ રાખશે, ત્યારે ન્યુઝીલેન્ડની નજર તેની પહેલી ટ્રોફી પર રહેશે. ભારત સતત બીજી વખત ફાઈનલમાં પહોંચ્યું છે. કિવી ટીમ માટે આ બીજી વખત છે.

મેચ દરમિયાન ફલોદી સટ્ટા બજારમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કઈ ટીમ ચેમ્પિયન બનશે.

ફલોદી સટ્ટા બજારની ભવિષ્યવાણી, કઈ ટીમ ચેમ્પિયન બનશે?

ફલોદી સટ્ટા બજારની ભવિષ્યવાણી મુજબ ભારતીય ટીમ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ જીતીને T20 વર્લ્ડકપ 2026ની ચેમ્પિયન બનશે. આ ભવિષ્યવાણી બંને ટીમોની સંભવિત જીતની ટકાવારી અને અન્ય સટ્ટા બજારની શક્યતાઓ પર આધારિત છે. મેચ પહેલા ભારતીય ટીમ માટે સંભવિત જીતની ટકાવારી 96% છે અને ન્યુઝીલેન્ડ માટે 4% છે.

ઓનલાઈન સટ્ટા બજારની શક્યતાઓ મુજબ ફલોદી સટ્ટા બજારમાં ભારતનું પલડું ભારે છે. તાજેતરના બજારના ભાવ મુજબ ટીમ ઈન્ડિયા 43-44 પૈસા પર ટ્રેડ થઈ રહી છે, જે ભારતને ફાઈનલ માટે ફેવરિટ બનાવે છે. બજાર નિષ્ણાતો કહે છે કે ભારતની જીતથી ઓછા પેમેન્ટ મળવાની અપેક્ષા છે, જ્યારે ન્યુઝીલેન્ડની જીતથી વધુ પેમેન્ટ મળવાની અપેક્ષા છે. હકીકતમાં, બજારમાં ફેવરિટ ગણાતી ટીમની જીતની સંભાવના સૌથી વધુ છે. પરંતુ ક્યારેક આવી ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ શકે છે.

Disclaimer: સટ્ટા બજારની ભવિષ્યવાણી મુજબ, ભારતીય ટીમ આ મેચ જીતશે. પરંતુ સંદેશ ન્યુઝ સટ્ટા બજારના દાવાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: