2026 T20 વર્લ્ડકપની શરૂઆત 7 ફેબ્રુઆરીએ થઈ હતી. હવે 1 મહિના બાદ આજે ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ પર ટ્રોફી જીતવા માટે પ્રેશર રહેશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તેમની સેનાને અત્યાર સુધી T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે જીત મળી નથી. T20 વર્લ્ડકપની શરૂઆત 2007માં થઈ હતી અને 2026માં T20 વર્લ્ડકપની 10મી સિઝન રમાઈ રહી છે. ત્યારે જાણી લો કઈ ટીમે કેટલી વખત વર્લ્ડકપની ખિતાબ જીત્યો છે.
કઈ ટીમે કેટલી વખત જીત્યો T20 વર્લ્ડકપ?
- 2007- ભારત
- 2009- પાકિસ્તાન
- 2010- ઈંગ્લેન્ડ
- 2012- વેસ્ટ ઈન્ડિઝ
- 2014- શ્રીલંકા
- 2016- વેસ્ટ ઈન્ડિઝ
- 2021- ઓસ્ટ્રેલિયા
- 2022- ઈંગ્લેન્ડ
- 2024- ભારત
આ ટીમોએ 2 વખત જીત્યો T20 વર્લ્ડકપ?
તમને જણાવી દઈએ કે અત્યાર સુધીના ઈતિહાસમાં માત્ર ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ જ એવી ટીમ છે, જેમને 2 વખત T20 વર્લ્ડકપનું ટાઈટલ જીત્યું છે. પરંતુ કોઈ પણ ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પોતાનું ટાઈટલ બચાવ્યું નથી. 2024ની જીત બાદ ભારત પાસે તક છે કે તે સતત 2 T20 વર્લ્ડકપ જીતનારી દુનિયાની પ્રથમ ટીમ બની. ન્યૂઝીલેન્ડ ક્યારેય પણ T20 વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરી શક્યું નથી.
આ પણ વાંચો : IND Vs NZ: મેચ વિનર ખેલાડી T20 વર્લ્ડકપ ફાઈનલની પ્લેઈંગ ઈલેવનમાંથી થયો બહાર, કેપ્ટનનો ચોંકાવનારો નિર્ણય













