11 ફેબ્રુઆરી 2026ના T20 વર્લ્ડકપમાં એક રોમાંચક દિવસ હતો, જેમાં 2 મુખ્ય મેચ રમાઈ રહી હતી અને બધાની નજર બંનેના પરિણામો પર હતી. સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને ડબલ સુપર ઓવરમાં હરાવીને સુપર 8 માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.


વેસ્ટ ઈન્ડિઝે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામેની મેચ 30 રનથી જીતીને સુપર 8માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. આ મેચમાં ઈંગ્લેન્ડની હારથી તેમનો રસ્તો થોડો મુશ્કેલ બન્યો છે અને આ હારથી નેપાળ માટે સુપર 8માં પ્રવેશવાનો માર્ગ પણ ખુલી ગયો. વેસ્ટ ઈન્ડિઝ સામે 197 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડ 19 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

વેસ્ટ ઈન્ડિઝની જીતમાં રધરફોર્ડની શાનદાર ઈનિંગ

વેસ્ટ ઈન્ડીઝ સામેની આ મહત્વપૂર્ણ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. વિન્ડીઝ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 196 રન બનાવી શક્યું. શેરફેન રધરફોર્ડે વેસ્ટ ઈન્ડીઝને આ મોટા સ્કોર સુધી પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી, તેને 42 બોલમાં અણનમ 76 રન બનાવ્યા. જેસન હોલ્ડરે પણ 33 રન બનાવ્યા, જ્યારે રોસ્ટન ચેઝે 34 રન બનાવ્યા.

ત્યારબાદ જ્યારે ઈંગ્લેન્ડ લક્ષ્યનો પીછો કરવા ઉતર્યું, ત્યારે ફિલ સોલ્ટ અને જોસ બટલરની જોડીએ આક્રમક રમત શરૂ કરી. પરંતુ ફિલ સોલ્ટના રૂપમાં ઈંગ્લેન્ડે 38 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી.

ગુડાકેશ મોતીએ લીધી 3 વિકેટ

અહીંથી બટલર અને બેથેલ વચ્ચે બીજી વિકેટ માટે 36 રનની પાર્ટનરશીપ જોવા મળી, ત્યારબાદ ઈંગ્લેન્ડની વિકેટ નિયમિત અંતરાલે પડવા લાગી. તેમના 2 સ્પિન બોલરો ગુડાકેશ મોતી અને રોસ્ટન ચેઝે આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝની ટીમને પાછી લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ મેચમાં ગુડાકેશ મોતીએ પોતાની 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ લીધી હતી, જ્યારે રોસ્ટન ચેઝે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે રોમારિયો શેફર્ડ, અકીલ હુસૈન અને શમર જોસેફ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

ઈંગ્લેન્ડની હારથી નેટ રન રેટ પર અસર

વેસ્ટ ઈન્ડીઝ સામે 30 રનથી મળેલી હાર બાદ ઈંગ્લેન્ડનો નેટ રન રેટ પણ નોંધપાત્ર રીતે બગડ્યો છે. T20 વર્લ્ડકપ 2026 માટે ગ્રુપ C પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, વેસ્ટ ઈન્ડીઝના હવે 2 મેચમાં 4 પોઈન્ટ છે, જ્યારે તેમનો નેટ રન રેટ ઘટીને 1.625 થઈ ગયો છે. સ્કોટલેન્ડના 2 મેચમાં 2 પોઈન્ટ સાથે, 1 જીત અને 1 હાર, અને નેટ રન રેટ 0.950 છે. ઈંગ્લેન્ડ, 2 મેચમાં 1 જીત અને એક હાર સા -0.650 ના નેટ રન રેટ સાથે ત્રીજા નંબરે છે. સુપર 8 માં પહોંચવાની આશા સાથે નેપાળ ચોથા સ્થાને છે, જેની આગામી 3 મેચ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. નેપાળનો નેટ રન રેટ હાલમાં -0.200 છે. તેઓ તેમની આગામી મેચ 12 ફેબ્રુઆરીએ ઈટાલી સામે રમશે, જે ગ્રુપના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

આ પણ વાંચો: Team Indiaના ખેલાડીઓ પર T20 વર્લ્ડકપ દરમિયાન લાગ્યા ગંભીર આરોપ, બેટ ટેમ્પરિંગને લઈને ઉઠ્યો સવાલ!

  • Follow us on: