ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ ચાલી રહી છે. સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. પહેલી ODI વડોદરામાં રમાશે. વિરાટ કોહલી 7 જાન્યુઆરીએ વડોદરા પહોંચ્યો અને ફેન્સે તેને ઘેરી લીધો. આ દરમિયાન વિરાટ કોહલીને આગળ વધવામાં મુશ્કેલી પડી રહી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


વિરાટ કોહલી ફેન્સ વચ્ચે ફસાઈ ગયો

વિરાટ કોહલી બ્લેક ટી-શર્ટ અને સનગ્લાસ પહેરીને એરપોર્ટ પર પહોંચ્યો. ફેન્સ તેની આસપાસ એકઠા થયા, તેમની સાથે ફોટા પાડવા માટે ઉત્સુક હતા. તેઓએ "કોહલી, કોહલી!" ના નારા પણ લગાવ્યા. મુશ્કેલીથી સિક્યોરિટીએ વિરાટ કોહલીને ફેન્સની વચ્ચેથી બહાર કાઢ્યો. ત્યારબાદ કોહલી પોતાની કારમાં બેસી ગયો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વિરાટ કોહલી પાસેથી શાનદાર પ્રદર્શનની આશા

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 3 મેચની ODI સિરીઝમાં વિરાટ કોહલીએ સારું પ્રદર્શન કર્યું. તેને પહેલી 2 મેચમાં સદી ફટકારી અને અંતિમ મેચમાં અણનમ અડધી સદી પણ ફટકારી. વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની પહેલી મેચમાં 113 રન બનાવ્યા. તેને સાઉથ આફ્રિકા સામેની બીજી મેચમાં પણ 102 રન બનાવ્યા. તેને સાઉથ આફ્રિકા સામે પણ અણનમ 65 રન બનાવ્યા.


વિરાટ કોહલીની બેટિંગ કુશળતા અહીં જ અટકી ન હતી. ત્યારબાદ તેને વિજય હજારે ટ્રોફી 2025-26માં આંધ્રપ્રદેશ સામે 131 રન અને ગુજરાત સામે 77 રન બનાવ્યા હતા. હવે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં વિરાટ પાસેથી અપેક્ષાઓ ઘણી વધારે છે.

વનડે સિરીઝ 11 જાન્યુઆરીથી થશે શરૂ

ભારત અને ન્યુઝીલેન્ડ 11 થી 18 જાન્યુઆરી દરમિયાન 3 મેચની વનડે સિરીઝ રમશે. સિરીઝની પહેલી મેચ વડોદરામાં રમાશે, ત્યારબાદ બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. સિરીઝની અંતિમ મેચ 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. ત્યારબાદ બંને ટીમો 21 થી 31 જાન્યુઆરી દરમિયાન 5 મેચની T20 સિરીઝ રમશે. T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: IPL 2026 પહેલા અર્જુન તેંડુલકર કરશે લગ્ન!

  • Follow us on: