શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને સિરીઝ બરાબર કરવામાં સફળતા મેળવી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અંતે મેચ જીતવામાં સફળ રહી.


આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પણ મોટી છલાંગ લગાવી છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમને મોટું નુકસાન થયું છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે હજુ પણ પહેલા સ્થાન પર કબજો જમાવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર

જો આપણે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ સિરીઝના અંત પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલની વાત કરીએ, તો ઓસ્ટ્રેલિયા નંબર 1 પર છે. તેને અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. તેનો PCT 100 છે. આ પછી શ્રીલંકા બીજા નંબર પર છે. શ્રીલંકાએ અત્યાર સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ 2 મેચ રમી છે અને 1 જીતી છે, જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ટીમે કોઈ મેચ હારી નથી. તેથી તેનો PCT 66.67 છે.

સીધી ત્રીજા નંબરે પહોંચી ગઈ ટીમ ઈન્ડિયા

હવે ઈંગ્લેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયાએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે, જેમાંથી ભારતે 2 મેચ જીતી છે અને 2 હારી છે. એક મેચ ડ્રો રહી છે. ભારતનો PCT હવે વધીને 46.67 થઈ ગયો છે. ઈંગ્લેન્ડની ટીમ હવે ચોથા નંબરે સરકી ગઈ છે. ઈંગ્લેન્ડે પણ પાંચ મેચ રમી છે. જેમાંથી તેને 2 જીતી છે અને 2 હારી છે. એક મેચ ડ્રો રહી હતી. ટીમનો PCT હાલમાં 43.33 છે.

બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડીઝની ટીમો ગઈ નિષ્ફળ

બાંગ્લાદેશની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. તેને બે મેચ રમી છે. જેમાંથી તેને 1 મેચ હારી છે અને 1 મેચ ડ્રો રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લા એટલે કે છઠ્ઠા સ્થાને છે. ટીમે અત્યાર સુધીમાં 3 મેચ રમી છે, જેમાંથી તે એક પણ જીતી શકી નથી, ટીમ બધી મેચ હારી ગઈ છે. તેથી તેનો PCT શૂન્ય છે.


  • Follow us on: