વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની 13મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો કારમી હારનો સામનો કરવો પડ્યો. દિલ્હી કેપિટલ્સે મુંબઈને 7 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા.


જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે કેપ્ટન જેમીમા રોડ્રિગ્સની શાનદાર અડધી સદીની મદદથી 19 ઓવરમાં 155 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો. જેમીમાએ 37 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 51 રનની ઈનિંગ રમી.

મુંબઈની ખરાબ શરુઆત

આ પહેલા ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી મુંબઈ ટીમને ફક્ત 5 ઓવરમાં બે મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો. ચોથી ઓવરમાં સજીવન સજના 9 રનના સ્કોર પર નંદિની શર્માનો શિકાર બની.

આ પછી હેલી મેથ્યુસ બીજી ઓવરમાં પેવેલિયન પરત ફરી. હરમનપ્રીત કૌર 41 રન બનાવીને આઉટ થઈ ગઈ. 17.1 ઓવરમાં મુંબઈએ 4 વિકેટ ગુમાવ્યા બાદ સ્કોરબોર્ડ પર 130 રન બનાવ્યા. પરંતુ 17મી ઓવરના પહેલા બોલ પર નિકોલા કેરી 12 રન બનાવીને પેવેલિયન પરત ફરી. 20 ઓવરમાં મુંબઈ ટીમ 5 વિકેટ ગુમાવ્યા બાદ 154 રન બનાવવામાં સફળ રહી. નેટ સાયવર બ્રન્ટે 65 રન બનાવ્યા અને અણનમ રહ્યા.

દિલ્હી કેપિટલ્સની ધમાકેદાર શરુઆત

દિલ્હી કેપિટલ્સે શેફાલી વર્મા અને લિઝેલ લી સાથે મજબૂત શરૂઆત કરી. તેને 63 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. શેફાલી વર્મા 29 રન બનાવીને આઉટ થઈ ગઈ. 11મી ઓવરમાં લિઝેલ લીના રન આઉટથી વિવાદ થયો. તેની સામે રન-આઉટ અપીલ કરવામાં આવી. રિપ્લેમાં એક ખૂણામાં લીનું બેટ જમીન પર જોવા મળ્યું, જ્યારે બીજા ખૂણામાં તેનું બેટ હવામાં જોવા મળ્યું. થર્ડ અમ્પાયરે બીજા ખૂણામાં બેટ હવામાં જોઈને લીને આઉટ જાહેર કરી.

દિલ્હી હવે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચ્યું

મુંબઈને હરાવ્યા બાદ દિલ્હી હવે પોઈન્ટ ટેબલમાં પાંચમાથી ચોથા સ્થાને પહોંચી ગયું છે. આ સિઝનમાં દિલ્હીની આ બીજી જીત છે. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ હાર છતાં ચાર પોઈન્ટ સાથે બીજા નંબરે યથાવત છે. મુંબઈની આ સતત ત્રીજી હાર છે.

આ પણ વાંચો: Team Indiaની હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે કર્યો મોટો ખુલાસો



  • Follow us on: