• સાઉથ આફ્રિકા હારે તો પાકિસ્તાન ફાયદામાં રહેશે, બાબરની ટીમ સામે કપરાં ચઢાણ

  • પાકિસ્તાન હજુ પણ તેના માટે સેમિફાઇનલનો માર્ગ હજુ સુધી બંધ થયો નથી
  • પાકિસ્તાને સેમિફાઇનલમાં બાંગ્લાદેશને મોટા માર્જિનથી હરાવવું જરૂરી રહેશે

સાઉથ આફ્રિકાને કરો યા મરોની મેચમાં હરાવીને પાકિસ્તાનની ટીમે સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. પરંપરાગત હરીફ ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાને સુપર-12માં સતત બીજો વિજય હાંસલ કર્યો હતો. ગ્રૂપ-2ના પોઇન્ટ ટેબલમાં ભલે બાબરની સેના ત્રીજા સ્થાને હોય પરંતુ હજુ પણ તેના માટે સેમિફાઇનલનો માર્ગ હજુ સુધી બંધ થયો નથી. પાકિસ્તાને રવિવારના બીજા મુકાબલામાં બાંગ્લાદેશ સામે રમવાનું છે. આ મેચમાં તેણે મોટા માર્જિનથી જીતવાનું છે જે તેના માટે પ્રથમ વિકલ્પ છે. ત્યારબાદ બીજી ટીમોના પરાજયની તેણે આશા રાખવી પડશે જે તેના માટે બીજો વિકલ્પ રહેશે. સાઉથ આફ્રિકા અથવા ભારત બેમાંથી કોઈ એક અપસેટનો શિકાર બને તેવી પાકિસ્તાને રાખવી પડશે. બાંગ્લાદેશના ચાર પોઇન્ટ છે પરંતુ તેનો નેટ રનરેટ ખરાબ હોવાના કારણે તે છ પોઇન્ટ મેળવીને પણ સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ થઈ શકશે નહીં. જો સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ્સની મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવીને ક્વોલિફાય તેવું સમીકરણ પણ છે. ભારતની મેચમાં વરસાદ વિલન બને તો તેની સીધી અસર પાકિસ્તાનને પડશે કારણ કે રોહિતની ટીમ સાત પોઇન્ટ સાથે અંતિમ-4માં સીધો પ્રવેશ કરી લેશે. પાકિસ્તાન છ પોઇન્ટ ઉપર જ રહે તેવી સાઉથ આફ્રિકા આશા રાખશે. પ્રત્યેક વિકલ્પને ધ્યાનમાં રાખતા પાકિસ્તાને સેમિફાઇનલમાં બાંગ્લાદેશને મોટા માર્જિનથી હરાવવું જરૂરી રહેશે.


  • Follow us on: