• ભારતે ગ્રુપ-2માં ટોચનું સ્થાન હાસિલ કર્યું
  • રાયન બર્લે 35, સિકંદર રઝાએ 34 રન બનાવ્યા
  • અશ્વિને ત્રણ, હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી 

T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના છેલ્લા મુકાબલામાં ભારતે ઝીમ્બાબ્વેને 71 રને હરાવી ગ્રુપ-2માં ટોચનું સ્થાન હાસિલ કર્યું હતું. ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ ત્રણ જયારે હાર્દિક પંડ્યાએ બે અને અક્ષર-શમી-ભુવનેશ્વર-અર્શદીપે એક-એક વિકેટ ઝડપી હતી. ઝીમ્બાબ્વે તરફથી રાયન બર્લે 35 અને સિકંદર રઝાએ 34 રન બનાવ્યા હતા.

ઝીમ્બાબ્વેને જીતવા 187 રનનો ટાર્ગેટ 

સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 186 રન બનાવ્યા હતા અને ઝીમ્બાબ્વેને જીતવા 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 25 બોલમાં ધમાકેદાર 61 રન ફટકાર્યા હતા, જ્યારે કેએલ રાહુલે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. ઝીમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે સૌથી વધુ બે જ્યારે નગારાવા-મુઝારાબાનીએ એક-એક વિકેટ ઝડપી હતી. 

ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય

આજે T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના અંતિમ મુકાબલામાં આજે ભારતનો સામનો ઝીમ્બાબ્વે સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. જેમાં ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઝીમ્બાબ્વેને પ્રથમ બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું

નેધરલેન્ડ સામે આફ્રિકાની હાર સાથે ભારત સેમીફાઇનલમાં પહોંચી ચુક્યું છે, એવામાં આજની મેચ ભારત માટે સેમીફાઈનલ પહેલા પ્રેક્ટીસ મેચ સમાન રહેશે. જ્યારે ઝીમ્બાબ્વે આજે ભારત સામે મેચ જીતી વર્લ્ડકપ અભિયાન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે. આજની મેચમાં કપ્તાન રોહિત શર્મા ટીમમાં કેટલાક પરિવર્તન કરી શકે છે.

બંને ટીમની પ્લેઇંગ 11:

ભારત:

કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ

ઝીમ્બાબ્વે:

વેસ્લી માધવેરે, ક્રેગ એર્વિન (કેપ્ટન), રેગિસ ચકાબ્વા (વિકેટકીપર), સીન વિલિયમ્સ, સિકંદર રઝા, ટોની મુન્યોંગા, રાયન બર્લ, ટેન્ડાઈ ચતારા, રિચાર્ડ નગારાવા, વેલિંગ્ટન મસાકાદઝા, બ્લેસિંગ મુઝારાબાની

  • Follow us on: