• બાંગ્લાદેશે 8 વિકેટના નુકસાને 127 રન બનાવ્યા
  • શાહીન શાહ આફ્રીદીની ચાર, શાદાબ ખાનની બે વિકેટ
  • નજમુલ હુસૈન શાંતોના સૌથી વધુ 54 રન  

સુપર-12 રાઉન્ડમાં આજના બીજા મુકાબલામાં પાકિસ્તાન સામે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 127 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાંગ્લાદેશ તરફથી નજમુલ હુસૈન શાંતોએ સૌથી વધુ 54 રન બનાવ્યા હતા જ્યારે પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રીદીએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.

ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય 

આજે T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 29માં મુકાબલામાં બાંગ્લાદેશનો સામનો પાકિસ્તાન સામે થશે. બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને પ્રથમ બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમની પ્લેઇંગ 11:

બાંગ્લાદેશ:

નજમુલ હુસૈન શાંતો, લિટ્ટન દાસ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન (કેપ્ટન), અફીફ હુસૈન, નુરુલ હસન (વિકેટકીપર), મોસાદ્દેક હુસૈન, તસ્કીન અહેમદ, નસુમ અહેમદ, ઇબાદોત હુસૈન, મુસ્તફિઝુર રહેમાન

પાકિસ્તાન:

મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, હરિસ રઉફ, શાહીન આફ્રિદી

  • Follow us on: