- ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ફ્રેડી ફ્લિન્ટોફનો વર્ષ 2022માં થયો અકસ્માત
- ફ્લિન્ટોફ ત્રણ પૈડાવાળી મોર્ગન સુપર 3નું પરીક્ષણ કરી રહ્યો હતો
- કાર કાબુ બહાર જઈને પલટી મારતા ફ્લિન્ટોફ ગંભીર રીતે ઘાયલ થયો હતો
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ફ્રેડી ફ્લિન્ટોફ વર્ષ 2022માં સરેના ડન્સફોલ્ડ પાર્ક એરોડ્રોમમાં અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા. જેમાં તેનો જીવ માંડ-માંડ બચ્યો હતો. ફ્રેડી ફ્લિન્ટોફ ડન્સફોલ્ડ પાર્ક એરોડ્રોમ ખાતે ત્રણ પૈડાવાળી મોર્ગન સુપર 3નું પરીક્ષણ કરી રહ્યો હતો. કાર કાબુ બહાર જઈને પલટી મારી ગઈ હતી. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં ફ્રેડીની પાંસળી પણ તૂટી ગઈ હતી. જે બાદ પૂર્વ ક્રિકેટરને લાગવા લાગ્યું કે હવે તે બચશે નહીં. ફ્રેડી ફ્લિન્ટોફનું અસલી નામ એન્ડ્રુ ફ્લિન્ટોફ છે.
ફ્રેડીએ તેના ભયંકર અકસ્માતન વિશે જણાવ્યુ
ભૂતપૂર્વ ક્રિકેટર અને ટોપ ગિયર પ્રસ્તુતકર્તા ફ્રેડી ફ્લિન્ટોફે તેની નવી સીરીઝ ફ્રેડી ફ્લિન્ટોફની ફિલ્ડ ઓફ ડ્રીમ્સ ઓન ટુરમાં ટોપ ગિયરનું શૂટિંગ કરતી વખતે હાઈ-સ્પીડ ક્રેશમાં થયેલી ભયાનક ઈજાઓ વિશે પ્રથમ વખત વાત કરી છે. આ દરમિયાન તેણે પૂર્વ ક્રિકેટરની આ કહાની સાંભળીને તે સમયના પોતાના દર્દની કહાની વિગતવાર જણાવી, જ્યારે ફ્લિન્ટોફે તેના દર્દનો સંપૂર્ણ ખુલાસો કર્યો ત્યારે દર્શકો ખૂબ જ ભાવુક થઈ ગયા.
તેને સાજા થવામાં ઘણો સમય લાગ્યો
ફ્રેડીના અકસ્માતના 7 મહિના પછી આ સીરિઝ રિલીઝ કરવામાં આવી છે. જેમાં ફ્લિન્ટોફની રિકવરીની પડકારજનક વાત કહેવામાં આવી છે. અકસ્માત પછીના પરિણામો સાથે કામ કરતા, ફ્લિન્ટોફે તેના દુઃસ્વપ્નો, ફ્લેશબેક અને તેના નવા જીવનને સ્વીકારવામાં મુશ્કેલીના અનુભવો શેર કર્યા. તેણે કહ્યું કે મને લાગતું હતું કે હું તેને સરળતાથી ભૂલી શકીશ, પરંતુ એવું ન થયું. મેં વિચાર્યું તે કરતાં આ મુશ્કેલ છે.