- ડેવિડ બેકહમે ત્રણ અલગ-અલગ કચરાપેટીઓમાં ત્રણ શોટ માર્યા હતા
- આ શોટને લઇ પત્રકારો સામે કર્યો હતો ખુલાસો
- બીચ પર 5 કે 6 કલાક વિતાવ્યા તેથી મારી પાસે પ્રેક્ટિસ કરવા માટે ઘણો સમય હતો’
ડેવિડ બેકહમ LA ગેલેક્સી સાથે રમતો હતો. તેણે ત્રણ અલગ-અલગ કચરાપેટીઓમાં ત્રણ શોટ માર્યા હતા. આ વીડિયો ચાહકોને પસંદ આવ્યો. જ્યારે 2011માં એ સામે આવ્યું ત્યારે માત્ર થોડા જ દિવસોમાં તેને 10 લાખથી વધુ વ્યૂ મળ્યા હતા. થોડા સમય પછી જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે તે સાચું છે કે નહીં, ત્યારે તેનો સરળ જવાબ હતો: ઓફ કોર્સ.'
બેકહમે કહ્યું કે ‘બીચ પર 5 કે 6 કલાક વિતાવ્યા તેથી મારી પાસે પ્રેક્ટિસ કરવા માટે ઘણો સમય હતો’ . તેને વાયરલ થયાના 9 વર્ષ પછી પણ સોશિયલ મીડિયા પર આ ચર્ચા હજુ પણ ચાલુ છે.













