• મુંબઇએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો
  • દિલ્હીએ મુંબઈને જીતવા માટે 258 રનનો ટાર્ગેટ આપ્યો
  • રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 10 રને હરાવ્યું હતું

IPL 2024ની 43મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી હતી. દિલ્હીના મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ. મુંબઇએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 258 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હીએ તેના IPL ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 10 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 257 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 247 રન જ બનાવી શકી હતી.

મુંબઈ તરફથી તિલક વર્માએ 32 બોલમાં 63 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ 46 રનની ઇનિંગ રમી હતી. ટિમ ડેવિડે 37 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી બોલિંગમાં મુકેશ કુમાર અને રસિક સલામે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. બંનેએ 3-3 વિકેટ લીધી હતી.

ફ્રેઝરે દિલ્હી માટે તોફાની પ્રદર્શન કર્યું હતું. તેણે 27 બોલમાં 84 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. સ્ટબ્સે 48 રનની અણનમ ઇનિંગ રમી હતી. અભિષેક પોરેલે 36 રનનું યોગદાન આપ્યું હતું. શાઈ હોપ 41 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલ 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.

મુંબઈ માટે કેપ્ટન હાર્દિક પંડ્યા સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે 2 ઓવરમાં 41 રન આપ્યા હતા. લ્યુક વૂડે 4 ઓવરમાં 68 રન આપીને 1 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ સૌથી વધુ આર્થિક હતો. તેણે 4 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ લીધી હતી. પિયુષ ચાવલાએ 36 રનમાં 1 વિકેટ લીધી હતી.

  • Follow us on: