• દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ
  • દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
  • સનરાઈઝર્સ હૈદરાબાદે પાવરપ્લેમાં 125 રન બનાવ્યા

આઈપીએલ 2024ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થઈ રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા હૈદરાબાદને ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ રનોનો વરસાદ કર્યો હતો. આ બંનેએ દિલ્હી કેપિટલ્સના બોલરોને આવતાની સાથે જ રિમાન્ડ પર લીધા અને પાવરપ્લેમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 125 રન બનાવ્યા. આ સાથે SRH એ ઈતિહાસ રચ્યો હતો.

પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવ્યા

સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સના નામે હતો. 2017માં, KKR એ RCB સામે પાવરપ્લેમાં 105 રન બનાવ્યા હતા. જ્યારે 2014માં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે પાવરપ્લેમાં 2 વિકેટ ગુમાવીને 100 રન બનાવ્યા હતા.

IPLમાં સૌથી વધુ પાવરપ્લે સ્કોર

  • 125/0: SRH vs DC, 2024*
  • 105/0: KKR vs RCB, 2017
  • 100/2: CSK vs PBKS, 2014
  • 90/0: CSK vs MI, 2015
  • 88/1: KKR vs DC, 2024*

હેડે 16 બોલમાં ફિફ્ટી ફટકારી

હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડે આવતાની સાથે જ બાઉન્ડ્રીનો વરસાદ કર્યો હતો. તેણે 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સાથે તે હૈદરાબાદ તરફથી સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો. તેણે 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. આ સિઝનની શરૂઆતમાં અભિષેક શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સામે 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.

SRH માટે સૌથી ઝડપી IPL ફિફ્ટી

  • 16 બોલ: અભિષેક શર્મા વિ MI, હૈદરાબાદ, 2024
  • 16 બોલ: ટ્રેવિસ હેડ વિ DC, દિલ્હી, આજે*
  • 18 બોલ: ટ્રેવિસ હેડ વિ MI, હૈદરાબાદ, 2024
  • 20 બોલ: ડેવિડ વોર્નર વિ CSK, હૈદરાબાદ, 2015
  • 20 બોલ: ડેવિડ વોર્નર વિ KKR, હૈદરાબાદ, 2017

IPLમાં પ્રથમ 10 ઓવર પછીનો સર્વોચ્ચ સ્કોર

  • 158/4: SRH vs DC, દિલ્હી, આજે*
  • 148/2: SRH vs MI, હૈદરાબાદ, 2024
  • 141/2: MI vs SRH, હૈદરાબાદ, 2024
  • 135/1: KKR vs DC, વાયઝેગ, 2024

  • Follow us on: