• પીઠ દર્દના કારણે ઈશાન કિશન નહીં રમે મેચ
  • ડેવિડ વોર્નર અંગૂઠામાં ઈજાના કારણે નહીં રમે સતત ચોથી મેચ
  • બંને ખેલાડીઓને રિકવર થવામાં અઠવાડિયાનો સમય લાગી શકે છે

10 આઈપીએલ મેચમાંથી 5 મેચ જીતી ચૂકેલી દિલ્હી કેપિટલ્સને ડબલ ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની સામે જીતથી દિલ્હીની પ્લેઓફમાં ક્વોલિફાઈ કરવાની આશા વધી છે. આ સમયે ટીમને એકસાથે ડબલ ઝટકો લાગ્યો છે. દિલ્હીને હવે પોતાની આવનારી મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે રમવાની છે. આ મેચમાંથી 2 મેચ વિનર ખેલાડી બહાર થયા છે. દિલ્હીના સહાયક કોચે આ વાતને કન્ફર્મ કરી છે.

જાણો શું કહ્યું કોચ પ્રવીણ આમરેએ

દિલ્હી કેપિટલ્સના સહાયક કોચ પ્રવીણ આમરેએ કન્ફર્મ કર્યું કે સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર અને સીનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે મેચમાં રમી શકશે નહીં.બંને ખેલાડીઓને રિકવર થવામાં અઠવાડિયાનો સમય લાગશે. એવામાં સોમવારે કેકેઆરની સામે મેચમાં 2 ખેલાડી મેચ રમી શકશે નહીં. ડેવિડ વોર્નર સતત પોતાની ચોથી મેચ મિસ કરશે. આ પહેલા અંગૂઠામા ઈજાના કારણે તે 3 મેચ રમી શક્યા ન હતી. તો ઈશાંત શર્મા પીઠમાં દર્દના કારણે પરેશાન છે. બંને ખેલાડીઓ આવનારા એક અઠવાડિયામાં ફિટ થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. એ સ્પષ્ટ છે કે કેકેઆરની સામે બંને ખેલાડીઓ નહીં રમે.

પૃથ્વી શોને લઈને આવ્યું અપડેટ

આ સીઝન શાનદાર બેટિંગ કરનારા પૃથ્વી શો મુંબઈ ઈન્ડિયન્સની સામેની મેચમાં રમ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે મેચ પહેલા તેમને મુશ્કેલી આવી અને તે બહાર થયા. શો કેકેઆરની સામેની મેચમાં રમતા જોવા મળી શકે છે. એવામાં જેક ફ્રેઝર મેકગર્કની સાથે ઈનિંગની શરૂઆત કરી શકે છે.

સતત વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા છે મેકગર્ક

ઓસ્ટ્રેલિયાના 22 વર્ષના બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કે અત્યાર સુધી વોર્નરની ખામી અનુભવવા દીધી નથી. આ વિસ્ફોટક બેટ્સમેન આ સીઝનમાં 2 વાર 15 બોલમાં ફિફ્ટી બનાવી ચૂક્યો છે. મુંબઈની સામે મેકગર્કે ફક્ત 27 બોવમાં 84 રનની ઈનિંગ રમી. આ પહેલા હૈદરાબાદની સામે તે 18 બોલમાં 65 રનની ઈનિંગ રમ્યા હતા. 

  • Follow us on: