• ઈશાને પોતાની ભૂલ સ્વીકારી
  • ઈશાન પર મેચ ફીના 10 ટકા લાગ્યો દંડ
  • ક્રિકેટના સાધનો કે ગ્રાઉન્ડનો દુરુપયોગ કરવાનો આરોપ

BCCIએ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી ઈશાન કિશન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઈશાન કિશનને દંડ ફટકારવામાં આવ્યો છે. ઈશાન પર મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ખેલાડી લેવલ 1ના ગુનામાં દોષિત ઠર્યો હતો. ઈશાને પણ આ ગુનો સ્વીકારી લીધો છે.

ગુનો સ્પષ્ટ થયો ન હતો

મળતી માહિતી અનુસાર શનિવારે દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચ દરમિયાન 'ક્રિકેટ સાધનો અથવા ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ'નો દુરુપયોગ કરવા બદલ ઇશાન કિશન પર આ દંડ લગાવવામાં આવ્યો છે. આ ગુનામાં વિકેટને બેદરકારીથી મારવા, જાહેરાતના બોર્ડને નુકસાન અને ડ્રેસિંગ રૂમના દરવાજાનો પણ સમાવેશ થાય છે. જોકે, IPLએ ઈશાન કિશનના ગુના અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

મેચ રેફરીની સજા સ્વીકારી

IPLએ તેના નિવેદનમાં કહ્યું- “ઈશાન કિશને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.2 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો છે. ઈશાને ગુનો કબૂલી લીધો છે. તેણે મેચ રેફરીની સજા પણ સ્વીકારી લીધી છે. આચાર સંહિતાના લેવલ 1 ભંગ માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે.”

 

ઈશાન કિશન આ આઈપીએલમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે

ખાસ વાત એ છે કે આ ઈશાન કિશનની 100મી આઈપીએલ મેચ હતી. આ મેચમાં તે ફ્લોપ સાબિત થયો હતો. તે માત્ર 20 રન બનાવીને આઉટ થયો હતો. આ ખરાબ પ્રદર્શન બાદ તેને કરિયરની આ ખાસ મેચમાં આ સજા મળી છે.ઉલ્લેખનીય છે કે ઈશાન છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. આ બીજી વખત હતું જ્યારે ઈશાન આ આઈપીએલમાં શૂન્ય પર આઉટ થયો હતો. તે અગાઉ ગુજરાત ટાઇટન્સ સામે MIની શરૂઆતની મેચમાં પણ શૂન્ય પર આઉટ થયો હતો. એકંદરે ઇશાન કિશનનું ફોર્મ આ IPL સિઝનમાં ખરાબ છે. તે અત્યાર સુધી રમાયેલી 9 મેચમાં 212 રન બનાવી શક્યો છે. તેની એવરેજ 23.56 અને સ્ટ્રાઈક રેટ 165.63 છે.

  • Follow us on: