- રવિ શાસ્ત્રીએ બોલરોને આપી મહત્વની સલાહ
- આ સિઝનમાં બેટ્સમેનોએ બોલરોને રિમાન્ડ પર લીધા
- પંજાબ કિંગ્સે IPL ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો
IPL 2024માં રવિ શાસ્ત્રીએ બોલરોને એક મહત્વની સલાહ આપી છે. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને કહ્યું છે કે, આ સમયે બોલરોને પોતાની જાતને સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખે તે ખૂબ જ જરૂરી છે. તેણે વધારે પ્રયોગ ન કરવો જોઈએ. તો જ તે બેટ્સમેનોને કાબૂમાં રાખી શકશે. ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં બેટ્સમેનોએ બોલરોને રિમાન્ડ પર લીધા છે. લગભગ દરેક મેચમાં 200થી વધુ રન બની રહ્યા છે. સૌથી વધુ ટોટલના રેકોર્ડ તૂટી રહ્યા છે. KKR અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં સૌથી વધુ રન ચેઝ કરવાનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. પંજાબે 262 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો.
બોલરોની કસોટી













