- બંને ટીમો વચ્ચે કુલ 3 મેચ રમાઈ છે
- ગુજરાતે 2 મેચ તો બેંગલુરુએ 1 મેચ જીતી છે
- ગિલની કેપ્ટનશીપમાં GT અમદાવાદમાં કરશે જીતનો પ્રયાસ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 45મી મેચમાં રવિવારે એટલે કે 28 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે મેચ રમાશે. ગુજરાતની ટીમ 9માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 7મા નંબરે છે. તો બેંગલુરુની ટીમ 9માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેને પ્લેઓફની રેસમાં બની રહેવા માટે તમામ મેચ જીતવી જરૂરી છે.
આજે કેવું રહેશે હવામાન
અમદાવાદના હવામાનની વાત કરીએ તો અંગ દઝાડતી ગરમીમાં ખેલાડીઓ કમાલ કરશે, મેચના સમયે તાપમાન 40 ડિગ્રી રહેશે અને ભેજ 17 ટકાની આસપાસ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે દર્શકોને મેચનો લાભ મળશે. એવું પહેલી વાર થશે જ્યારે બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકમેકની સામે હશે.
જાણો બંને ટીમોનું હેડ ટુ હેડ
ગુજરાત અને બેંગલુરુની વચ્ચે આઈપીએલમાં 3 મેચ થઈ છે. જેમાં ગુજરાતનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. તેઓએ 2 મેચ જીતી છે અને બેંગલુરુએ 1 મેચ જીતી છે. બંને ટીમો આ સીઝનમાં પહેલીવાર એકમેકની સામે રમશે. ગુજરાતને છેલ્લી મેચમાં દિલ્હીની સામે 4 રને હાર મળી હતી. બેંગલુરુની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવ્યું હતું. આ સીઝનમાં તેમની બીજી જીત હતી.
આવી હશે બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
ગુજરાત ટાઈટન્સ
સિદ્ધિમાન સાહા (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાંઈ સુદર્શન, અજમતુલ્લાહ ઉમરજઈ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાંઈ કિશોર, મોહિત શર્મા, નૂર અહમદ, સંદીપ વોરિયર.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, કેમરન ગ્રીન, માહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, યશ દલાલ.