- એશિયા કપ માટે ટીમની સત્તાવાર જાહેરાત
- સંજુની ટીમમાં પસંદગી રિઝર્વ પ્લેયર તરીકે
- સેમસનનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિગમાં
સિલેક્શનના એક દિવસ પછી પણ સોશિયલ મીડિયા પર સંજુ સેમસનનું નામ ટ્રેન્ડ થઈ રહ્યું છે. એશિયા કપ 2023ની ટીમમાં તેને સ્થાન મળ્યું નથી. તે રિઝર્વમાં છે. જેનું કારણ છે કે કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફીટ નથી.
ટ્રેન્ડ કરી રહ્યો છે સેમસન
એશિયા કપ 2023 માટે સોમવારે ભારતીય ક્રિક્રેટ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે. 17 સભ્યોની ટીમ પસંદગીકારોએ રોહિત શર્મા સાથે મળીને પસંદ કરી છે. આ ટીમમાં સંજુનું નામ ન હતું, વિકેટકીપેર બેટ્સમેનને રિઝર્વ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સંજૂ મેઈન ટીમનો હિસ્સો નથી. કેએલ રાહુલ સંપૂર્ણ ફીટ નથી. તે સમયે બેકઅપ માટે રિઝર્વ તરીકે સંજુ સેમસન શ્રીલંકા જશે. જ્યાં ભારતને એશિયા કપ રમવાનું છે. જો કે પસંદગીના એક દિવસ પછી પણ સોશિયલ મીડિયા પર સતત BCCI અને સંજૂ સેમસનનું નામ ટ્રેન્ડ કરી રહ્યું છે.
ફેન્સનો BCCI પર આરોપ
ટ્વિટર પર સંજૂ સેમસનના ફેન્સે BCCI પર આરોપ લગાવ્યો છે કે તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ નથી. રોહિત શર્માની નજીકનો પણ નથી અને ના તો સંજૂ IPLની કોઈ ટીમ માટે રમ્યો છે. આ દરમિયાન તે એશિયા કપ ટીમમાં સામેલ નથી. ત્યારે એક ક્રિક્રેટ ફેન્સે તો સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને સારા ક્રિક્રેટરો ગણાવ્યા છે. કારણ કે સેમસનના આંકડા વનડે ક્રિક્રેટમાં સૂર્યા કરતા સારા છે. સૂર્યાનું T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન જોવા મળ્યું, પરંતુ વનડે ક્રિક્રેટમાં તેના આંકડા બહુ ખરાબ છે. જ્યારે તિલક વર્માએ અત્યાર સુધી વનડે ઈન્ટરનેશનલ ક્રિક્રેટમાં ડેબ્યૂ કર્યું નથી.
તો હવે પ્રશ્ન એ થાય છે કે જો કેએલ રાહુલ સંપૂર્ણ ફીટ હોત તો શું સંજુ સેમસનને ટ્રાવેલિંગ રિઝર્વમાં રાખવા આવત? તો આનો જવાબ છે ના, કારણ કે જો કેએલ રાહુલ સંપૂર્ણ રીતે ફીટ હોત તો તે ફર્સ્ટ ચોંઈસ વિકેટકિપેર હોત અન ઈશાન કિશન બેકઅપ વિકેટકિપર ટીમ તરીકે પસંદ કરવામાં આવત. આ જ કારણ છે કે સંજુ સેમસન 18માં ખેલાડી તરીકે પણ ન હોત. આના પરથી કહી શકાય કે વર્લ્ડ પક ફાઈનલ 15નો પણ શાયદ જ ભાગ હશે. આ સિવાય પણ તેને એશિયન ગેમ્સ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, તો તે લાંબા સમય માટે ઘરે બેસત.