- પતિને ટીમમાં સ્થાન મળતા પત્નીનો ફૂટ્યો ગુસ્સો
- એશિયા કપમાં ચહલને સ્થાન ન મળતા ધનશ્રીના સવાલ
- ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર પૂછ્યા તીખા સવાલો
એશિયા કપ માટે જાહેર કરાયેલી 17 સભ્યોની ટીમમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ ન થયા બાદ હવે તેની પત્ની ધનશ્રીએ સોશિયલ મીડિયા પર એક તીક્ષ્ણ સવાલ પોસ્ટ કર્યો છે. જાણો શું છે સમગ્ર મામલો..
પતિને ટીમમાં સ્થાન મળતા પત્નીનો ફૂટ્યો ગુસ્સો
એશિયા કપ માટે જાહેર કરવામાં આવેલી 17-સભ્યોની ભારતીય ટીમમાં કેટલાક એવા ખેલાડીઓના નામ સામેલ નહોતા જેઓ આ ટીમમાં સ્થાન મેળવવા માટે સંપૂર્ણપણે લાયક હતા. આમાં લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું પણ એક નામ સામેલ છે. ટીમમાં સ્થાન ન મળ્યા પછી, જ્યાં ચહલે સોશિયલ મીડિયા પર ઇમોજી દ્વારા પોતાની નિરાશા વ્યક્ત કરી. તે જ સમયે, તેમની પત્ની ધનશ્રી વર્માએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને એક તીક્ષ્ણ પ્રશ્ન પૂછ્યો છે.

એશિયા કપ માટે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર દ્વારા પસંદ કરવામાં આવેલી ટીમમાં 3 સ્પિન બોલરોને સ્થાન મળ્યું છે, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સિવાય અક્ષર પટેલને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમાં અક્ષરને ટીમમાં સ્થાન આપવાનું કારણ તેની સારી બેટિંગ હતી.
ઈન્સ્ટાગ્રામ પર પૂછ્યા સવાલ
હવે ચહલની પત્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટમાં એક ક્રિપ્ટીક સ્ટોરી શેર કરતા સવાલ પૂછતા લખ્યું છે કે હવે મેં આના પર ગંભીરતાથી સવાલ કરવાનું શરૂ કર્યું છે. શું ખૂબ નમ્ર અને અંતર્મુખી બનવું તમારા ગ્રોથ માટે હાનિકારક છે? અથવા જીવનમાં આગળ વધવા માટે આપણે બધાએ બહિર્મુખ અને સ્ટ્રીટ સ્માર્ટ બનવું પડશે.
ચહલને આ વર્ષે અત્યાર સુધી માત્ર 2 ODI મેચ રમવા માટે મળી છે
યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો તેને આ વર્ષે માત્ર 2 ODIમાં રમવાની તક મળી, જેમાં તે માત્ર 3 વિકેટ જ લેવામાં સફળ રહ્યો. ટીમમાં પસંદ ન થયા પછી, ચહલે વાદળની પાછળ છુપાયેલા સૂર્યના ઇમોજી સાથે તીરનું ચિહ્ન ઉમેરીને ટ્વિટર પર સૂર્યને તેની ચમક ફેલાવતો બતાવ્યો.