• 2019માં ન્યૂઝીલેન્ડ સામે ભારતની થઈ હતી હાર
  • સેમીફાઈનલમાં બંને ટીમ આવી હતી આમને-સામને
  • હાર બાદ ધોની,પંત અને પંડ્યા રડ્યા હતા

વર્લ્ડકપ 2019ના સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવી હતી. જે બાદ ભારતીય ટીમનું વર્લ્ડકપ જીતવાનું સપનું તૂટી ગયું હતું, ત્યારે હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમીફાઈનલમાં મળેલી હાર પર તત્કાલિન ભારતીય બેટિંગ કોચ સંજય બાંગરે મોટો ખુલાસો કર્યો છે. સંજય બાંગરે કહ્યું કે, તે હાર બાદ મહેન્દ્ર સિંહ ધોની, ઋષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડી ડ્રેસિંગ રૂમમાં રડ્યા હતા. ભારતીય ખેલાડી પોતાના આંસૂ રોકી શક્યા નહતા.

ન્યૂઝીલેન્ડથી હારીને ટીમ ઈન્ડિયા બહાર થઈ હતી

ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને વર્લ્ડકપ 2019ના સેમીફાઈનલમાં 18 રને હરાવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 239 રન બનાવ્યા હતા. આ પ્રકારે ભારતીય ટીમને જીત માટે 240 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ભારતીય ટીમ 49.63 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ હતી.

2019ની મેચમાં શું થયું હતું?

ન્યૂઝીલેન્ડના 239 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ ખરાબ રહી હતી. ભારતના 3 બેટ્સમેન 5 રનના સ્કોર પર આઉટ થયા હતા, જ્યારે 4 બેટ્સમેન 24 રનના સ્કોર પર આઉટ થયા હતા. જો કે, તે બાદ મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાની સારી પાર્ટનરશિપે ટીમ ઈન્ડિયાની મેચમાં વાપસી કરાવી હતી, પરંતુ ટીમ ઈન્ડિયા મેચ જીતી શકી નહતી. રવિન્દ્ર જાડેજાએ 59 બોલમાં 77 રન બનાવ્યા હતા. આ ઓલરાઉન્ડરે પોતાની ઈનિંગમાં 4 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. સાથે મહેન્દ્ર સિંહ ધોની 72 બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો. આ મેચમાં ભારતના 7 બેટ્સમેન ડબલ ડિજિટનો આંકડો પાર કરી શક્યા નહતા. ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ટ્રેન્ટ બોલ્ટ અને મિચેલ સેન્ટનરને 2-2 સફળતા મળી હતી. લોકી ફર્ગ્યૂસને અને જિમ્મી નીશમને 1-1 વિકેટ મળી હતી.

  • Follow us on: