• રોહિતે 10 વર્ષ MIના કેપ્ટનની જવાબદારી સંભાળી
  • સચિન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટોર
  • સચિનને લઇ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ

IPLની આગામી સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રોહિત શર્માને કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને હાર્દિક પંડ્યાને નવા કેપ્ટન બનાવવામાં આવ્યા છે. છેલ્લા 10 વર્ષથી રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યા હતા. 

સચિને MI છોડ્યું?

આ દરમિયાન કેટલાક એવા સમાચાર પણ આવ્યા છે જેને સાંભળીને બધા ચોંકી જશે. સચિન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટર રહી ચૂક્યા છે. તેના વિશે એવા અહેવાલો આવી રહ્યા છે કે તેણે મુંબઈ ઈન્ડિયન્સ છોડી દીધુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેંડુલકરે આ નિર્ણય રોહિતને કેપ્ટન્સીથી હટાવવા માટે લીધો છે.

દાવો ખોટો

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા આ દાવાઓમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. સચિન તેંડુલકર હજુ પણ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા છે. સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને દાવાઓ ફરતા રહે છે. સચિન તેંડુલકર વિશે પણ આવા જ ફેક ન્યૂઝ જોવા મળ્યા છે.

સચિને નથી છોડ્યું મુંબઇ ઇન્ડિયન્સ

સચિન તેંડુલકર શરૂઆતથી જ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો છે. તેંડુલકર અગાઉ આ ટીમનો કેપ્ટન હતો અને રમતને અલવિદા કહ્યા બાદ તે મુંબઈ ઈન્ડિયન્સ સાથે મેન્ટર તરીકે જોડાઈ ગયો છે. 2012માં સુકાનીપદ છોડ્યા બાદ, તેણે આગામી બે સીઝન ખેલાડી તરીકે રમી હતી.

2013માં નિવૃત થયા સચિન

રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે 2013માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. તે પછી સચિન તેંડુલકર રમ્યો ન હતો અને નિવૃત્ત થયો હતો. તે મેન્ટર તરીકે ટીમની સાથે છે પરંતુ દરેક મેચમાં નથી જતો. તે ટીમ સાથે પાર્ટ ટાઈમ જોડાયેલો રહે છે. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર IPL 2024માં રમતા જોવા મળી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે અર્જુન તેંડુલકરને જાળવી રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માનું નામ IPLના સૌથી સફળ કેપ્ટનોમાં આવે છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત ટાઈટલ અપાવ્યું છે.

  • Follow us on: