• IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
  • અનકેપ્ડ ખેલાડીઓ પર પણ લાગશે મોટી બોલી
  • સૌરાષ્ટ્રના હાર્વિક દેસાઈ પર લાગી શકે છે મોટી બોલી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટેની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. IPLની આ મીની હરાજીમાં ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ વખતે કેટલાક અનકેપ્ડ ખેલાડીઓ પર પણ મોટી બોલી લગાવવામાં આવી શકે છે. આ ખેલાડીઓ અમીર બની શકે છે. આ ખેલાડીઓની યાદીમાં ભારતના રવિ તેજા, હાર્વિક દેસાઈ અને વિવરંત શર્માના નામ સામેલ છે. આ ખેલાડીઓ હરાજીમાં સારી કમાણી કરી શકે છે. તેણે ડોમેસ્ટિક મેચોમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

રવિ તેજા -

હૈદરાબાદના ક્રિકેટર રવિ તેજાએ ડોમેસ્ટિક મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે હજુ સુધી IPLમાં રમી શક્યો નથી. પરંતુ આ વખતે તેજા અમીર બની શકે છે. તેણે અત્યાર સુધી રમાયેલી 42 લિસ્ટ A મેચમાં 34 વિકેટ લીધી છે. આ સાથે 1059 રન પણ બનાવ્યા છે. રવિએ 2 સદી અને 6 ફિફ્ટી પણ ફટકારી છે. તેણે 35 T20 મેચમાં 51 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન 13 રનમાં 6 વિકેટ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તેજા પર બોલી લગાવી શકે છે.

હાર્વિક દેસાઈ -

આ યાદીમાં સૌરાષ્ટ્રના ખેલાડી હાર્વિક દેસાઈનું નામ પણ સામેલ છે. હાર્વિકે 27 T20 મેચમાં 691 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ચાર ફિફટી ફટકારી છે. તેણે 40 લિસ્ટ A મેચમાં 1341 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેણે 4 સદી અને 9 ફિફ્ટી ફટકારી છે. હાર્વિકે 38 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2262 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 5 સદી અને 13 ફિફ્ટી ફટકારી છે.

વિવિરંત શર્મા -

જમ્મુના ક્રિકેટર વિવરંત શર્માને સારી રકમ મળી શકે છે. IPLમાં તેણે 3 મેચ રમી છે. તેણે 2023માં ડેબ્યૂ કર્યું હતું. વિવરંતે 17 T20 મેચમાં 309 રન બનાવ્યા છે. આ દરમિયાન 8 વિકેટ પણ લીધી હતી. તેણે 22 લિસ્ટ A મેચમાં 837 રન બનાવ્યા છે. આ સાથે 10 વિકેટ ઝડપી હતી. વિવરંત નો ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ સારો રેકોર્ડ છે.

  • Follow us on: