• સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટે હરાવ્યું
  • વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનની સતત ચોથી હાર
  • પાકિસ્તાનની ટામને સેમિફાઇનલમાં પહોંચવું મુશ્કેલ

શુક્રવારે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાની ટીમને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પાકિસ્તાનની ટીમ માટે સેમીફાઈનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ બની ગયું છે. 6 મેચમાં આ તેની ચોથી હાર હતી. જોકે, ફેન્સ પાકિસ્તાનની હાર માટે અમ્પાયરના નિર્ણયોને પણ જવાબદાર માની રહ્યા છે. આ નિર્ણયો 46મી ઓવરના છેલ્લા બોલ પર જોવા મળ્યો હતો.

તબરેઝ શમ્સીને આઉટ ન આપ્યો

46મી ઓવરના ત્રીજા બોલ પર હારિસ રઉફે લુંગી એનગિડીને આઉટ કર્યો હતો. હવે પાકિસ્તાનથી જીત માત્ર એક વિકેટ દૂર હતી. જ્યારે સાઉથ આફ્રિકા તરફથી તબરેઝ શમ્સી બેટિંગ કરવા આવ્યો હતો. હારીસ રઉફનો ચોથો બોલ શમ્સીના પેડ સાથે અથડાયો હતો. રઉફે જરા પણ વિલંબ કર્યા વિના જોરદાર અપીલ કરી, પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. જેમાં બોલ પીચીંગ લાઇનની બહાર જોવા મળ્યો હતો.પરંતુ બોલ સ્ટમ્પને અથડાતો હતો. જો કે અમ્પાયરનો કોલ હતો તેથી શમ્સી આઉટ થતા બચી ગયો હતો. હરિસ રઉફ, બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સહિત ટીમના ખેલાડીઓ આ નિર્ણયથી ખૂબ જ નિરાશ દેખાતા હતા.

નિર્ણય પર પણ પ્રશ્નો ઉભા થયા

આ પહેલા અમ્પાયર એલેક્સ કર્ફે પણ આ ઓવરના પાંચમા બોલને વાઈડ આપ્યો હતો જેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બોલ શમ્સીના પગમાંથી નીકળી રહ્યો હતો. અમ્પાયરના આ નિર્ણય પર ફેન્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. જ્યાં એક તરફ ફેન્સનું કહેવું છે કે અમ્પાયરનો નિર્ણય સાચો હતો તો બીજી તરફ કેટલાકે તેના પર સવાલ ઉઠાવ્યા છે અને તેને પાકિસ્તાનની હાર માટે જવાબદાર ગણાવ્યા છે.

  • Follow us on: