- મોહમ્મદ રિઝવાને ODI કરિયરમાં 2 હજાર રન પૂરા કર્યા
- મોહમ્મદ રિઝવાને 65મી ઇનિંગ્સમાં બે હજાર રન પૂરા કર્યા
- મોહમ્મદ રિઝવાને ODI ODIમાં 3 સદી અને 13 ફિફ્ટી ફટકારી
વર્લ્ડકપ 2023ની 26મી મેચમાં આજે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પાકિસ્તાન માટે આ મેચ ઘણી મહત્વની છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી છે. જ્યારે પાકિસ્તાન ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને આ મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને પોતાની ODI કરિયરમાં 2 હજાર રન પૂરા કર્યા છે.
મોહમ્મદ રિઝવાને ખાસ સિદ્ધિ હાંસલ કરી
મોહમ્મદ રિઝવાને 65મી ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા છે. સાઉથ આફ્રિકા સામેની આજની મેચમાં મોહમ્મદ રિઝવાન પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ મેચમાં તેને સારી શરૂઆત મળી હતી પરંતુ તે આ શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલવામાં નિષ્ફળ રહ્યો હતો. પાકિસ્તાની વિકેટકીપર-બેટ્સમેન 27 બોલમાં 4 બાઉન્ડ્રી અને 1 સિક્સની મદદથી 31 રન બનાવીને આઉટ થયો હતો. રિઝવાન માટે સારી વાત એ છે કે આ ઇનિંગમાં તેણે પોતાની વનડે કરિયરના 2 હજાર રન પૂરા કર્યા છે.
PCBએ ટ્વિટર પર માહિતી આપી
મોહમ્મદ રિઝવાનની આ સિદ્ધિ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી એક ખાસ ટ્વીટ કરીને તેને અભિનંદન પાઠવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આ પોસ્ટ પર, ફેન્સ પણ તેને આ સિદ્ધિ માટે સતત અભિનંદન આપી રહ્યા છે.
મોહમ્મદ રિઝવાનું ODI પ્રદર્શન
મોહમ્મદ રિઝવાનને પોતાના કરિયરમાં અત્યાર સુધી પાકિસ્તાન ટીમ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. જો આપણે તેની ODI કરિયર પર નજર કરીએ તો તે અત્યાર સુધીમાં 71 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 65 ઇનિંગ્સમાં 2026 રન બનાવ્યા છે. મોહમ્મદ રિઝવાને ODI કરિયર 3 સદી અને 13 ફિફ્ટી ફટકારી છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 131 છે.
મોહમ્મદ રિઝવાનું વર્લ્ડકપમાં પ્રદર્શન
વર્તમાન વર્લ્ડકપમાં આ વિકેટકીપર-બેટ્સમેને છ ઇનિંગ્સમાં 66.60ની શાનદાર એવરેજથી 333 રન બનાવ્યા છે. આ દરમિયાન એક સદી અને એક ફિફ્ટી ફટકારી છે.