• વર્લ્ડકપ 2023માં પાકિસ્તાને શ્રીલંકાને હરાવ્યું
  • પાકિસ્તાનના 2 ખેલાડીએ સદી ફટકારી
  • રિઝવાને પોતાની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી

ભારતમાં વનડે વર્લ્ડકપ 2023 ચાલી રહ્યો છે. જેમાં હવે ઈઝરાયલ-હમાસનું યુદ્ધ આવ્યું છે. પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને અબ્દુલ્લા શફીકે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર સદી ફટકારી હતી. જે બાદ મોહમ્મદ રિઝવાને પોતાની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. જેનું મોહમ્મદ રિઝવાને ટ્વીટ કર્યું હતું.


ગાઝાના લોકોને સદી સમર્પિત કરી

મોહમ્મદ રિઝવાને આ મેચમાં 131 રન સ્કોર કર્યો હતો, જ્યારે શફીકે 113 રનની ઈનિંગ રમી હતી. મેચ બાદ રિઝવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને ગાઝાને યાદ કર્યું હતું. રિઝવાને પોતાની આ સદીને ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. રિઝવાને ટ્વીટ કરતા લખ્યું હતું કે, આ સદી ગાઝાના મારા ભાઈઓ-બહેનો માટે છે. આ જીતમાં યોગદાન આપીને હું ઘણો ખુશ છું. આ સદીનો હું સંપૂર્ણ ક્રેડિટ ટીમને અને ખાસ અબ્દુલ્લા શફીક અને હસન અલીને આપું છે.


મોહમ્મદ રિઝવાન વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ ઉઠી

વનડે વર્લ્ડકપ 2019 દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની પોતાની ભારતીય સેનાના સપોર્ટમાં ખાસ ગ્લોવ્ઝ પહેરીને આવ્યા હતા. જેમાં ભારતીય સેનાનું 'બલિદાન બેજ' લાગેલું હતું. આ સમયે ICCએ ધોની સામે કાર્યવાહી કરી હતી અને લોગોને હટાવવા માટે કહ્યું હતું. હવે ફેન્સે આ કિસ્સો યાદ કરીને રિઝવાન પર પણ કાર્યવાહી કરવાની માગ કરી છે.

  • Follow us on: