- કુસલ મેન્ડિસે પાકિસ્તાન વિરુદ્ધલ ફટકારી શાનદાર સદી
- સદી ફટકાર્યા બાદ મેન્ડિસને હોસ્પિટલમાં દાખલ કરાયો
- શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને આપી માહિતી
પાકિસ્તાન વિરુદ્ધ કુસલ મેન્ડિલે શાનદાર સદી ફટકારી છે. કુસલ મેન્ડિસે 77 બોલમાં 122 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 14 ફોર અને 6 સિક્સ ફટકારી હતી, પરંતુ આ શાનદાર સદી બાદ કુસલ મેન્ડિસને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. જેથી તે અત્યારે મેદાન પર નથી. કુસલ મેન્ડિસને ખેંચાણ બાદ હોસ્પિટલ લઈ જવો પડ્યો છે. અત્યારે કુસલ મેન્ડિસની ગેરહાજરીમાં દુશન હેમંથા ફીલ્ડિં કરી રહ્યો છે, જ્યારે સદિરા સમરવિક્રમા વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે નિવેદનમાં શું કહ્યું?
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર સદી ફટકારનારા કુસલ મેન્ડિસને ખેંચાણ થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યારે કુસલ મેન્ડિસની જગ્યાએ દુશન હેમંથા મેદાનમાં છે.
કુસલ મેન્ડિસે શ્રીલંકા માટે સૌથી ઝડપી સદી ફટકારી
પાકિસ્તાન વિરુદ્ધ કુસલ મેન્ડિસે માત્ર 65 બોલમાં સદીનો આંકડો પાર કરી લીધો હતો. આ રીતે કુસલ મેન્ડિસ વર્લ્ડકપમાં શ્રીલંકા માટે સૌથી ઝડપી સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ કુમાર સંગાકારાના નામે હતો. કુમાર સંગાકારાએ વર્લ્ડકપ 2015માં 70 બોલમાં સદી ફટકારી હતી, પરંતુ હવે કુસલ મેન્ડિસે તેના પૂર્વ કેપ્ટનને પાછળ છોડી દીધો છે. કુસલ મેન્ડિસ ઉપરાંત સદિરા સમરવિક્રમાએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. આ બંને ખેલાડીઓની શાનદાર સદીના કારણે શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 344 રન બનાવ્યા હતા. આ રીતે પાકિસ્તાનને જીતવા માટે 345 રનનો ટાર્ગેટ મળ્યો છે.