- કુસલ મેન્ડિસે પાકિસ્તાન વિરુદ્ધ ફટકારી સદી
- શ્રીલંકા માટે સૌથી ઝડપી 100 રન પૂર્ણ કર્યા
- વનડે કરિયરની ત્રીજી અને વર્લ્ડકપની પ્રથમ સદી ફટકારી
વનડે વર્લ્ડકપ 2023ની 8મી મેચમાં શ્રીલંકા ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે પાકિસ્તાન ક્રિકેટ ટીમ વિરુદ્ધ શાનદાર સદી ફટકારી છે. આ તેમના વનડે કરિયરની ત્રીજી અને વનડે વર્લ્ડકપમાં પ્રથમ સદી છે. કુસલ મેન્ડિસે માત્ર 65 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી છે. આ સાથે મેડન્ડિસ શ્રીલંકા માટે સૌથી ઝડપી સદી ફટકારનારો બેટ્સમેન બન્યો છે.
આવી રહી કુસલ મેન્ડિસની ઈનિંગ
શ્રીલંકાની ટીમે માત્ર 5 રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ સમયે કુસલ મેન્ડિસ ક્રીઝ પર આવ્યો હતો, તેમણે પાકિસ્તાનના બોલરને જોરદાર ઘોલાઈ કરી હતી. તેમણે પહેલાં આક્રામક બનીને ફિફ્ટી પૂર્ણ કરી હતી. કુસલ મેન્ડિસે નિસાંકા સાથે મળીને બીજી વિકેટ માટે 102 રનની પાર્ટનરશિપ કરી હતી. મેન્ડિસે પોતાની સદી માત્ર 65 બોલમાં પૂર્ણ કરી છે. જેમાં મેન્ડિસે 4 સિક્સ અને 13 ફોર ફટકારી છે.
આવું રહ્યું મેન્ડિસનું વનડે કરિયર
કુસલ મેન્ડિસે વર્ષ 2016માં આયરલેન્ડ વિરુદ્ધ વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી 114 વનડે મેચ રમ્યો છે. જેની 11 ઈનિંગમાં કુસલ મેન્ડિસે 33ની એવરેજથી 3 હજાર 300 રન બનાવ્યા છે. કુસલ મેન્ડિસે પોતાના વનડે કરિયરમાં 3 વખત સદી અને 26 વખત ફિફ્ટી ફટકારી છે. જેમાં મેન્ડિસનો હાઈ સ્કોર 119 રન રહ્યો છે.