• પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ
  • હૈદરાબાદમાં બંને ટીમ વચ્ચે મેચ
  • પાકિસ્તાન પ્રથમ મેચ જીત્યું હતું, શ્રીલંકાની થઈ હતી હાર

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનની 6 વિકેટે જીત થઈ છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ શ્રીલંકાની ટીમે 50 ઓવર બાદ 9 વિકેટના નુકસાને 344 રન બનાવ્યા હતા. જેથી પાકિસ્તાનને જીત માટે 345 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમનો ઓપનર ઈમામ ઉલ-હક 12 બોલમાં 12 રન કરીને, બાબર આઝમ 15 બોલમાં 10 રન કરીને અને સઈદ શકીલ 30 બોલમાં 31 રન કરીને આઉટ થયો હતો. જો કે, પાકિસ્તાનના 2 ખેલાડીએ સદી ફટકારી હતી. અબ્દુલ્લા શફીક 103 બોલમાં 113 અને મોહમ્મદ રિઝવાને અણનમ 134 રન કર્યા હતા. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, મહીશ તીક્ષ્ણાએ 10 ઓવરમાં રન આપીને 1 વિકેટ લીધી છે, જ્યારે દિલશાન મદુશંકાએ 8 ઓવરમાં 54 રન આપીને 2 વિકેટ અને મથીશા પથિરાનાએ 8 ઓવરમાં 71 રન આપીને 1 વિકેટ લીધી છે

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચની બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ પાકિસ્તાને 2 વિકેટના નુકસાને 138 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો ઓપનર ઈમામ ઉલ-હક 12 બોલમાં 12 રન કરીને અને કેપ્ટન બાબર આઝમ 10 બોલમાં 15 રન કરીને આઉટ થયો છે. અત્યારે પાકિસ્તાન માટે અબ્દુલ્લા શફીક 75 બોલ પર 68 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 48 બોલ પર 39 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, મહીશ તીક્ષ્ણાએ 5 ઓવરમાં 21, દાસુન શનાકાએ 4 ઓવરમાં 22, મથીશા પથિરાનાએ 4 ઓવરમાં 30, ડુનિથ વેલ્લાલાગેએ 5 ઓવરમાં 22 અને ધનંજય ડિ સિલ્વાએ 2 ઓવરમાં 19 રન આપ્યા છે. આ ઉપરાંત દિલશાન મદુશંકાએ 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી છે.

પાકિસ્તાનની ઈનિંગ શરૂ થઈ છે. જેથી પાકિસ્તાનના ઓપનર અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ-હક ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શ્રીંલકાએ પહેલાં બેટિંગ કરીને 344 રન બનાવ્યા છે. જેથી પાકિસ્તાનને જીત માટે 345 રનનો ટાર્ગેટ મળ્યો છે.

શ્રીલંકાની ઈનિંગ

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચમાં પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ છે. શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાને 344 રન બનાવ્યા છે. જેથી પાકિસ્તાનને જીત માટે 345 રનનો ટાર્ગેટ મળ્યો છે. આજની મેચમાં શ્રીલંકાના 2 બેટ્સમેને સદી ફટકારી છે. શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે 77 બોલમાં 122 અને સદિરા સમરવિક્રમાએ 89 બોલ પર 108 રન બનાવ્યા છે. આ ઉપરાંત પથુમ નિસાંકાએ 61 બોલમાં 51, અને ધનંજય ડિ સિલ્વાએ 34 બોલમાં 25 રન કર્યા છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, હસન અલીએ સૌથી વધુ 4 વિકેટ લીધી છે. હસન અલીએ 10 ઓવરમાં 71 રન આપીને 4 વિકેટ લીધી છે, જ્યારે મોહમ્મદ નવાઝે 9 ઓવરમાં 62 રન આપીને 1 વિકેટ, શાબાદ ખાને 8 ઓવરમાં 55 રન આપીને 1 વિકેટ, શાહીન અફરીદીએ 9 ઓવરમાં 66 રન આપીને 1 વિકેટ અને હારિસ રઉફે 10 ઓવરમાં 64 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત ઈફ્તિખાર અહમદે 4 ઓવરમાં 22 રન આપ્યા છે.

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ શ્રીલંકાએ 2 વિકેટના નુકસાને 181 રન બનાવ્યા છે. શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકા 61 બોલમાં 50 રન કરીને જ્યારે કુસલ પરેરા 4 બોલમાં શૂન્ય રન પર આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસ 61 બોલ પર 92 રન કરીને અને સદિરા સમરવિક્રમા 25 બોલ પર 30 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, શાહીન અફરીદીએ 5 ઓવર નાખી છે. જેમાં શાહીને 39 રન આપ્યા છે. સાથે હસન અલીએ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે શાબાદ ખાને 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ નવાઝે 6 ઓવર નાખી છે. જેમાં મોહમ્મદ નવાઝે 40 રન, હારિસ રઉફે 5 ઓવરમાં 45 રન અને ઈફ્તિખાર અહેમદે 1 ઓવરમાં 1 રન આપ્યો છે.


પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની 8મી મેચની પ્રથમ ઈનિંગ શરૂ થઈ છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકા અને કુસલ પરેરા ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપની એક મેચ જીતી હતી, જ્યારે શ્રીલંકાની ટીમને પ્રથમ મેચમાં હારવો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડકપની 8મી મેચ આજે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે શ્રીલંકાએ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાનની નેધરલેન્ડ વિરુદ્ધ જીત થઈ હતી, જ્યારે શ્રીલંકાની સાઉથ આફ્રિકા સામે હાર થઈ હતી. 

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ICC વનડે વર્લ્ડકપ 2023ની 8મી મેચ આજે રમવામાં આવશે. પાકિસ્તાન નેધરલેન્ડ સામેની પ્રથમ મેચ જીત્યા બાદ મેચ રમશે, જ્યારે શ્રીલંકાને તેની શરૂઆતની મેચમાં સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે, શ્રીલંકાએ હાર છતાં તે મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં બંને ટીમો સારા ફોર્મમાં છે અને જબરદસ્ત મેચ જોવા મળી શકે છે.

પિચ રિપોર્ટ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ ફાસ્ટ બોલરો માટે અનુકૂળ છે. ફાસ્ટ બોલર્સને અહીં મદદ મળે છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ સ્પિનરોને પણ મદદ મળે છે. આ પીચ બેટ્સમેનો માટે પણ ઘણી સારી છે.

આ ગ્રાઉન્ડમાં અત્યાર સુધી રમાયેલી 8 વનડેમાંથી 5 મેચો પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી છે, જ્યારે 3 મેચ બીજા ક્રમે બેટિંગ કરનારી ટીમે જીતી છે. આવી સ્થિતિમાં જે પણ ટીમ ટોસ જીતે તે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. આ પિચ પર પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 288 છે, જ્યારે બીજી ઈનિંગનો સ્કોર 262 રન છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાન- અબ્દુલ્લા શફીક, ઈમામ ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાબાદ ખાન, હસન અલી, શાહીન આફરીદી, હારિસ રઉફ

શ્રીલંકા-પથુમ નિસાંકા, કુસલ પરેરા,કુસલ મેન્ડિસ(વિકેટકીપર), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડિ સિલ્વા, દાસુન શનાકા(કેપ્ટન), ડુનિથ વેલ્લાલાગે, મહીશ તીક્ષ્ણા, મથીશા પથિરાના, દિલશાન મદુશંકા

  • Follow us on: