- વર્લ્ડકપની બીજી મેચ
- પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે હૈદરાબાદમાં મેચ
- વોર્મઅપ મેચમાં બંને ટીમની થઈ હતી હાર
પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનની 81 રને જીત થઈ છે. આ મેચમાં નેધરલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પાકિસ્તાને 49 ઓવરમાં 286 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ 205 રન પર ઓલઆઉટ થઈ છે.
નેધરલેન્ડની ઈનિંગ
પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનની 81 રને જીત થઈ છે. નેધરલેન્ડની ટીમ 205 રન પર ઓલઆઉટ થઈ છે. ટોસ જીતીને પહેલાં નેધરલેન્ડે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી પાકિસ્તાનની ટીમ પહેલાં બેટિંગ કરવા આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 49 ઓવરમાં 286 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. જેથી નેધરલેન્ડને 287 રનના ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમમાં સૌથી વધુ 68 બોલમાં 67 રન બાસ ડી લીડેએ બનાવ્યા હતા. આ ઉપરાંત નેધરલેન્ડના ઓપનર વિક્રમજીત સિંહે 67 બોલમાં 52, અને કૉલિન એકરમેને 21 બોલમાં 17 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, હારિસ રઉફે 9 ઓવરમાં 43 રન આપીને 3 વિકેટ, હસન અલીએ 7 ઓવરમાં 33 રન આપીને 2, શાહીન અફરીદીએ 7 ઓવરમાં 37 રન આપીને 1, ઈફ્તિખાર અહમદે 3 ઓવરમાં 16 રન આપીને 1, મોહમ્મદ નવાઝે 7 ઓવરમાં 31 રન આપીને 1 અને શાબાદ ખાને 8 ઓવરમાં 45 રન આપીને 1 વિકેટ લીધી છે.
પાકિસ્તાનની ઈનિંગ
પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડકપની બીજી મેચમાં પાકિસ્તાનની ટીમ 286 રન પર ઓલઆઉટ થઈ છે. જેથી નેધરલેન્ડને જીત માટે 287 રનનો ટાર્ગેટ મળ્યો છે. પાકિસ્તાન માટે સૌથી વધુ 68-68 રન મોહમ્મદ રિઝવાન અને સઉદ શકીલે કર્યા છે. આ ઉપરાંત શાબાદ ખાને 34 બોલમાં 32, ફખર જમાને 12 બોલમાં 12, ઈમામ ઉલ હકે 19 બોલમાં 15 અને મોહમ્મદ નવાઝે 43 બોલ પર 39 રન કર્યા છે. નેધરલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, આર્યન દત્તે 10 ઓવર નાખી છે. જેમાં તેમણે 48 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે નેધરલેન્ડ માટે ડેબ્યૂ કરનારા બાસ ડી લીડેએ 9 ઓવરમાં 62 રન આપીને 4 વિકેટ લીધી છે. કૉલિન એકરમેને 1 મેડન સાથે 7.5 ઓવર નાખી છે. જેમાં તેમણે 39 રન આપીને 2 વિકેટ લીધી છે. પોલ વેન મીકેરેને પણ 6 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી છે.
પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની બીજી મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ પાકિસ્તાને 3 વિકેટના નુકસાને 143 રન બનાવ્યા છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 18 બોલ પર 5 રન બનાવીને આઉટ થયો છે, જ્યારે ઓપનર ફખર જમાન 15 બોલમાં 12 રન અને ઈમામ ઉલ-હક 19 બોલમાં 15 રન કરીને આઉટ થયો છે. અત્યારે પાકિસ્તાન માટે વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 57 બોલ પર 49 રન કરીને અને સઉદ શકીલ 41 બોલ પર 58 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. નેધરલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, લોગાન વેન બીકે 5 ઓવર નાખી છે. જેમાં તેમણે 25 રન આપીને 1 વિકેટ લીધી છે. સાથે કોલિન એકરમેને 1 ઓવરમાં 4 રન આપીને 1 વિકેટ અને વેન પોલ વેન મીકેરેને 3 ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ લીધી છે.
નેધરલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડકપની બીજી મેચ માટે ટોસ થયો છે. નેધરલેન્ડે આ મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ પહેલાં વોર્મઅપ મેચમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ બંને ટીમની હાર થઈ હતી.
આજે વર્લ્ડકપની બીજી મેચ પાકિસ્તાન અને નેધલેન્ડ વચ્ચે રમવામાં આવશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડ અને પાકિસ્તાન આ મેચથી પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે.
ક્યાં જોઈ શકાશે મેચ
આ મેચ ટીવી સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જોવા મળશે. આ ઉપરાંત ડિઝ્ની પ્લસ હોટસ્ટારમાં ફ્રી સ્ટ્રીમિંગ કરવામાં આવશે. કોઈ પણ પ્રકારના ચાર્ચ વિના ડિઝ્ની પ્લસ હોટસ્ટારમાં આ મેચ જોઈ શકાશે.
વેધર રિપોર્ટ
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે હૈદરાબાદમાં વરસાદની સંભાવના ઘણી ઓછી છે. અત્યારે ભારતના ઘણા ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. વર્લ્ડકપની શરૂઆત પહેલા વરસાદના કારણે વોર્મઅપ મેચોમાં ઘણા વિક્ષેપો સર્જાયા હતા. જે બાદ એવું માનવામાં આવે છે કે, ટૂર્નામેન્ટની ઘણી મેચોમાં વરસાદ વિલન બનશે, પરંતુ આજની મેચમાં વરસાદની કોઈ સંભાવના નથી.
બંને ટીમની વોર્મઅપ મેચમાં હાર થઈ
આ બંને ટીમોને વર્લ્ડકપની વોર્મઅપ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચ હારી હતી, જ્યારે નેધરલેન્ડની ટીમ પણ ભારતની ઘરેલૂ ટીમ કર્ણાટક સામે પ્રેક્ટિસ મેચ હારી હતી. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ નેધરલેન્ડ જેવી નબળી ટીમ સામે જીતનો સિલસિલો પાછો મેળવવા માંગશે, જ્યારે નેધરલેન્ડની ટીમ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી પાકિસ્તાનની ટીમ સામે મોટો અપસેટ સર્જી શકે છે.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન-
પાકિસ્તાન- ફખર જમાન, ઈમામ ઉલ-હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), સઉદ શકીલ,ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન અફરીદી, હારિસ રઉફ.
નેધરલેન્ડ-વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડોડ, કૉલિન એકરમેન, સ્કોટ એડવર્ડ્સ(વિકેટકીપર/બેટ્સમેન), બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સાકિબ ઝુલ્ફિકાર, લોગાન વેન બીક, આર્યન દત્ત, પોલ વેન મીકેરેન.













