- શોએબ મલિક પર લાગ્યા હતા મેચ ફિક્સિંગના આરોપ
- BPL ફ્રેન્ચાઇઝી ફોર્ચ્યુન બારિશલના માલિકે આ સમગ્ર મામલે યુ-ટર્ન લીધો
- શોએબ મલિકનો કોન્ટ્રાક્ટ પૂરો થયો નથી
શોએબ મલિક વિશે એવા ઘણા અહેવાલો છે કે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં તેનો કરાર સમાપ્ત થઈ ગયો છે. પરંતુ હવે BPL ફ્રેન્ચાઇઝી ફોર્ચ્યુન બારિશલના માલિકે આ સમગ્ર મામલે યુ-ટર્ન લીધો છે. ફ્રેન્ચાઇઝીના માલિક મિઝાનુર રહેમાને શોએબ મલિક સામેના આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે તે અફવા ફેલાવવા બદલ ખૂબ જ પસ્તાવો કરે છે.
મલિકનો કોન્ટ્રાક્ટ નહીં થાય પુરો
મિઝાનુર રહેમાનના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે મલિકનો કોન્ટ્રાક્ટ પૂરો થયો નથી. એક વિડિયોમાં, ફોર્ચ્યુન બરીશાલના માલિકે કહ્યું, "મને શોએબ મલિક સાથે જોડાયેલી અફવાઓ પર ઊંડો અફસોસ છે. તે એક મહાન ખેલાડી છે. તેણે અમને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. તેથી આપણે તેના વિશે હોબાળો ન કરવો જોઈએ. અમે સતત બે મેચ હારી ગયા છીએ. તેથી આપણે આગામી મેચો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અમે બાઉન્સ બેક કરીશું."
આ રીતે વિવાદમાં આવ્યો
તમને જણાવી દઈએ કે શોએબ મલિક BPL મેચમાં એક જ ઓવરમાં ત્રણ નો બોલ ફેંકીને વિવાદમાં આવ્યા હતા, ત્યારબાદ ફ્રેન્ચાઈઝી ફોર્ચ્યુન બરીશાલે ફિક્સિંગની આશંકા પર મલિકનો કરાર સમાપ્ત કરવાની વાત કરી હતી. જો મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફોર્ચ્યુન બરીશાલના માલિકે મલિકનો કરાર સમાપ્ત કરવાની પુષ્ટિ કરી હતી. પરંતુ હવે મિઝાનુર રહેમાને આ મામલે અલગ નિવેદન આપીને યુ-ટર્ન લીધો છે.
શોએબે ખુલના ટાઈગર્સ સામે ત્રણ નો બોલ ફેંક્યા
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં 22 જાન્યુઆરીએ ફોર્ચ્યુન બરીશાલ અને ખુલના ટાઈગર્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં શોએબ મલિકે ત્રણ નો બોલ ફેંક્યા હતા. એક જ ઓવરમાં ત્રણ નો બોલ ફેંક્યા બાદ શોએબ મલિક ચર્ચાનો વિષય બન્યો હતો. મલિક બીજા દાવની ચોથી ઓવર લઈને આવ્યો, જેમાં તેણે 3 નો બોલ નાખ્યા અને 18 રન આપ્યા.