દિલ્હી પ્રીમિયર લીગની પ્રથમ સિઝન સમાપ્ત થઈ ગઈ છે. ઈસ્ટ દિલ્હી રાઈડર્સે પ્રથમ સિઝનનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ સામે રમાઈ હતી અને મેચ ખૂબ જ રોમાંચક રહી હતી.
પ્રથમ બેટિંગ કરતા ઈસ્ટ દિલ્હી રાઈડર્સની શરૂઆત ખરાબ રહી હતી. સુજલ સિંહ 5 રન બનાવીને અને અનુજ રાવત 10 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી હિંમત સિંહે 20 રન અને હાર્દિક શર્માએ 21 રન બનાવ્યા પરંતુ આ રન કોઈ કામના નહોતા. મયંકે બેટિંગ કરી અને દેધનાધન સિક્સર ફટકારી. તેણે 39 બોલનો સામનો કરીને 78 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. આ રીતે પૂર્વ દિલ્હીએ 5 વિકેટના નુકસાન પર 183 રનનો શાનદાર સ્કોર બનાવ્યો હતો.













