• ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 26 રને હરાવીને શ્રેણી 2-0થી પોતાના નામે કરી
  • પાકિસ્તાનની ટીમ ચોથા દિવસના બીજા સેશનમાં 328 રનમાં સમેટાઈ
  • માર્ક વૂડ ચાર, એન્ડરસન-રોબિન્સને બે-બે વિકેટ લીધી

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે મુલતાન ટેસ્ટમાં પાકિસ્તાનને 26 રને હરાવી શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ચોથી ઈનિંગમાં પાકિસ્તાન સામે 355 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં યજમાન ટીમ માત્ર રન જ બનાવી શકી હતી.

ઈંગ્લેન્ડે 2-0થી પોતાના નામે કરી

ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની બીજી મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 26 રને હરાવીને શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે. સતત બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ઘરઆંગણે હરાવ્યું હતું. મુલતાનમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દાવમાં 281 રન બનાવ્યા હતા. જવાબમાં યજમાન પાકિસ્તાની ટીમ માત્ર 202 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ દાવના આધારે 79 રનની મહત્વની લીડ મળી હતી. આ પછી, તેની બીજી ઇનિંગમાં પણ ઇંગ્લેન્ડે 275 રનનો મજબૂત સ્કોર બનાવ્યો, જેના કારણે તેણે પાકિસ્તાન સામે 335 રનનો લક્ષ્યાંક આપ્યો. આ ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાનની ટીમ રમતના ચોથા દિવસના બીજા સેશનમાં 328 રનમાં સમેટાઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડની ચુસ્ત બોલિંગ

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની સામે રમતના ચોથા દિવસની શરૂઆતથી જ ઈંગ્લેન્ડના બોલરોએ ચુસ્ત બોલિંગ કરી હતી. ટીમ તરફથી માર્ક વૂડે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી જ્યારે જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સને બે-બે વિકેટ લીધી હતી. જ્યારે જેક લીચ અને જો રૂટને એક-એક વિકેટ મળી હતી.

​​અબરાર અહેમદે 7 વિકેટ ઝડપી

આ પહેલા પાકિસ્તાન માટે પ્રથમ દાવમાં ડેબ્યૂ કરનાર સ્પિનર ​​અબરાર અહેમદે શાનદાર બોલિંગ કરતા મેચમાં 7 વિકેટ ઝડપી હતી. જો કે અબરારે બોલિંગમાં ચોક્કસ કમાલ કર્યો હતો, પરંતુ બેટિંગમાં સુકાની બાબર આઝમ અને સઈદ શકીલ સિવાય કોઈ પાકિસ્તાની બેટ્સમેન મોટી ઈનિંગ્સ રમી શક્યું ન હતું.

બીજા દાવમાં હેરી બ્રુક્સની સદી

ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં 79 રનની લીડ લીધા બાદ બીજી ઈનિંગમાં પાકિસ્તાની બોલરોને આકરો પડકાર આપ્યો હતો. ઓપનર બેટ્સમેન જૈત ક્રાઉલી ત્રણ રન બનાવીને આઉટ થયો હતો પરંતુ તેના પાર્ટનર બેન ડેકેટે ઇનિંગ્સને પકડી રાખી હતી. આ પછી વિલ જેક્સ અને જો રૂટ પણ બેટિંગ કરવા આવ્યા, તેઓ પણ સસ્તામાં આઉટ થઈ ગયા. પાંચમા નંબર પર બેટિંગ કરવા આવતા હેરી બ્રુક્સ ક્રિઝ પર પગ મૂક્યો હતો. બ્રુક્સે ઈંગ્લેન્ડ માટે 149 બોલમાં 108 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં તેણે 14 ચોગ્ગા અને એક છગ્ગા પણ ફટકાર્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે 41 રનની જોરદાર ઇનિંગ રમી હતી, જેના કારણે ટીમ 275 રન બનાવી શકી હતી.

  • Follow us on: