- BCCIએ ભારતીય ખેલાડીઓ વિશે અપડેટ જારી કર્યું
- રોહિતના સ્થાને અભિમન્યુ ઇશ્વરનનો પહેલી ટેસ્ટ માટે ટીમમાં સમાવેશ
- શમી-જાડેજાના સ્થાને નવદીપ સૈની-સૌરભ કુમાર
BCCIએ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી પહેલા રોહિત શર્મા અને અન્ય મુખ્ય ભારતીય ખેલાડીઓ વિશે અપડેટ જારી કર્યું છે. ભારતીય સુકાની રોહિત શર્મા આંગળીમાં ઈજાને કારણે બાંગ્લાદેશ સામેની ત્રીજી અને અંતિમ વનડે રમી શક્યો ન હતો અને હવે તે બાંગ્લાદેશ સ્મએની પહેલી ટેસ્ટ પણ ગુમાવશે.
BCCIની મીટીંગમાં લેવાયો નિર્ણય
મુંબઈમાં મીટીંગ પછી તે નક્કી કરવામાં આવ્યું છે કે ઈજાના યોગ્ય સંચાલન માટે તેને 14 ડિસેમ્બરથી શરૂ થનારી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરવો જરૂરી છે. BCCIની મેડિકલ ટીમ બીજી ટેસ્ટ માટે તેની ઉપલબ્ધતા પર પછીની તારીખે નિર્ણય લેશે.

રોહિતના સ્થાને અભિમન્યુ ઇશ્વરન
કેએલ રાહુલ તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે જ્યારે અનકેપ્ડ બેટર અભિમન્યુ ઇશ્વરન તેની જગ્યાએ ટીમમાં સામેલ થશે. 27 વર્ષીય ઇશ્વરન અત્યાર સુધીમાં 78 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી ચૂક્યો છે જેમાં તેણે 45.33ની ઝડપે 5576 રન બનાવ્યા છે.
શમી-જાડેજાના સ્થાને નવદીપ સૈની-સૌરભ કુમાર
ભારતની ટીમમાંથી અન્ય બે મોટા નામો ટીમથી બહાર છે, મોહમ્મદ શમી ખભાની ઈજા અને રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાના કારણે ટીમથી બહાર છે, બંને ખેલાડીઓ સમયસર સાજા થવામાં નિષ્ફળ રહ્યા છે અને બંને ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. આ ખેલાડીઓના સ્થાને નવદીપ સૈની અને સૌરભ કુમારને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતે ઝડપી બોલર જયદેવ ઉનડકટને પણ 17 સભ્યોની ટીમમાં સામેલ કર્યો છે.

બાંગ્લાદેશ ટેસ્ટ માટે ભારતની અપડેટ કરાયેલી ટીમઃ
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.