• કોહલીએ પોતાના હીરો રોનાલ્ડો માટે ઈમોશનલ મેસેજ લખ્યો
  • સંભવતઃ પોતાના અંતિમ વર્લ્ડ કપમાં રોનાલ્ડો ટ્રોફી ના જીતી શક્યો
  • રોનાલ્ડો સર્વકાલીન મહાન, ટ્રોફીથી કોઈ ફરક નથી પડતો: કોહલી

FIFA વર્લ્ડ કપમાં શરમજનક વિદાય બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ભાવનાત્મક સંદેશ મોકલ્યો છે. ટ્વિટ કરતી વખતે તેણે રોનાલ્ડોને સર્વકાલીન મહાન ગણાવ્યો હતો.

કરોડો ચાહકો ભાવુક થયા

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો FIFA વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈ ગયો છે. ક્વાર્ટર ફાઇનલમાં તેની ટીમ મોરોક્કો સામે 2-1થી પરાજય પામી હતી. આફ્રિકન ટીમ પ્રથમ વખત સેમીફાઇનલમાં પહોંચી હતી. રોનાલ્ડો જ્યારે રડતો રડતો મેદાનની બહાર આવ્યો તો તેના કરોડો ચાહકો ભાવુક થઈ ગયા. લોકો તેમના હીરો માટે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલી રહ્યા છે. તેમાંથી એક ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ બે ટ્વિટમાં રોનાલ્ડોને સર્વકાલીન મહાન ગણાવ્યો હતો.

કોહલીની ઈમોશનલ ટ્વિટ

ક્રિકેટના કિંગ કહેવાતા વિરાટ કોહલીએ ફૂટબોલ જગતના બાદશાહ રોનાલ્ડો માટે ઈમોશનલ ટ્વિટ કરી હતી. "કોઈ ટ્રોફી અથવા કોઈ ટાઇટલ તમને આ રમત અને વિશ્વભરના રમતપ્રેમીઓ માટે જે કર્યું છે તેનાથી દૂર કરી શકશે નહીં," તમે લોકો પર જે અસર કરી છે અને જ્યારે અમે તમને રમતા જોઈએ છીએ ત્યારે હું અને વિશ્વભરના ઘણા લોકો શું અનુભવે છે તેનું કોઈ શીર્ષક વર્ણન કરી શકતું નથી. તે ભગવાનની ભેટ છે.

રોનાલ્ડો મહેનત-સમર્પણ-પ્રેરણાનું પ્રતિક

તેણે અન્ય એક ટ્વિટમાં લખ્યું- રોનાલ્ડો જેવા વ્યક્તિનું આ પૃથ્વી પર હોવું એક વાસ્તવિક આશીર્વાદ છે, તે દિલથી તેની ગેમ રમે છે, સખત મહેનત તથા સમર્પણનું તે પ્રતીક છે અને કોઈપણ રમતવીર માટે સાચી પ્રેરણા છે. તમે મારા માટે સર્વકાલીન મહાન છો.

વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર

રોનાલ્ડો 37 વર્ષનો છે અને માનવામાં આવે છે કે તે આગામી વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. આ રીતે 5 વખતના વેલોન ડી'ઓર વિજેતાનું વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.

પોર્ટુગલ દ્વારા રોનાલ્ડો સાથે ખરાબ વ્યવહાર

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે તે વધુ શરમજનક હતું, કારણ કે તેને મોરોક્કો સામે પ્રારંભિક XIમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તે ટીમનો કેપ્ટન હતો. આમ છતાં ચાહકો તેની સાથે આવું વર્તન પચાવી શકતા નથી. એવું પણ નથી કે રોનાલ્ડો ફોર્મમાં નથી કે ફિટનેસની સમસ્યા છે. જ્યારે તેની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ ત્યારે મોરોક્કોના ચાહકોએ તેની મજાક ઉડાવી હતી.


કોહલીએ કેમ લખ્યો ઈમોશનલ મેસેજ?

વાસ્તવમાં, વિરાટ કોહલીએ ઘણી વખત કહ્યું છે કે તે રોનાલ્ડોનો મોટો ફેન છે. તે ફિટનેસ માટે રોનાલ્ડોને ફોલો કરે છે. પોતાના હીરોને મેદાનમાંથી આ રીતે રડતો જોઈને વિરાટ કોહલી પોતાને ટ્વિટ કરવાથી રોકી શક્યો નહીં.

  • Follow us on: