- ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં 7 મેચની T20 સિરીઝ રમશે
- છેલ્લે 2005માં ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી હતી
- એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
17 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી છે. ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન પ્રવાસ પર 7 મેચની T20 સિરીઝ રમશે. જણાવી દઈએ કે એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણી 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. શ્રેણીની પ્રથમ 4 મેચ કરાચીમાં રમાશે જ્યારે છેલ્લી ત્રણ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
2005 બાદ ઈંગ્લેન્ડનો પહેલો પાકિસ્તાન પ્રવાસ
છેલ્લી વખત ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે 2005માં આવી હતી. ઈંગ્લેન્ડે 2005ના પાકિસ્તાન પ્રવાસ પર ટેસ્ટ અને ODI શ્રેણી રમી હતી, જેમાં પાકિસ્તાને ટેસ્ટ શ્રેણી 2-1થી જીતી હતી. આ સિવાય પાકિસ્તાને 5 મેચની વન-ડે શ્રેણીમાં 3-2થી જીત મેળવી હતી.
શ્રીલંકાના ખેલાડીઓ પર આતંકવાદીઓએ હુમલો
વર્ષ 2009માં જ્યારે શ્રીલંકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે સીરીઝ રમવા પહોંચી હતી, ત્યારે તે પ્રવાસમાં શ્રીલંકાના ખેલાડીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જે બાદ શ્રીલંકાના ખેલાડીઓને હેલિકોપ્ટર દ્વારા સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે ખેલાડીઓને વધારે ઈજા થઈ નથી પરંતુ ત્યારથી પાકિસ્તાનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ બંધ થઈ ગયું હતું. હવે પાકિસ્તાનમાં ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પાછું આવ્યું છે.

ઈંગ્લેન્ડ T20 ટીમ:
જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, એલેક્સ હેલ્સ, હેરી બ્રુક, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ
રિઝર્વ ખેલાડીઓ:
લિયામ ડોસન, રિચાર્ડ ગ્લેસન, ટાઇમલ મિલ્સ