• સ્પેને યુરો 2024ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવીને ટાઈટલ જીત્યું
  • સ્પેને ચોથી વખત યુરોનો ખિતાબ જીત્યો છે
  • સ્પેન ચોથી વખત યુરો ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે

યુરો 2024ની ફાઈનલ મેચ સ્પેન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. સ્પેને આ રોમાંચક મેચ જીતીને ટાઈટલ પર કબજો કર્યો હતો. મેચ દરમિયાન સ્પેને પહેલા હાફથી જ ઈંગ્લેન્ડ પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ ઈંગ્લેન્ડની ટીમ પણ નબળી પડી ન હતી. પહેલા હાફમાં કોઈ ગોલ કરવામાં સફળ રહ્યું ન હતું, જેના કારણે પહેલો હાફ 0-0થી સમાપ્ત થયો હતો.

બીજા હાફમાં રમત બદલાઈ

બીજા હાફમાં પહેલો ગોલ સ્પેન માટે નેકો વિલિયમ્સે 47મી મિનિટે કર્યો હતો. આ સાથે સ્પેન 1-0થી આગળ હતું. આ પછી બીજા હાફની 73મી મિનિટે ઈંગ્લેન્ડ માટે ગોલ થયો હતો. કોલ પામરે એક ગોલ કરીને સ્પેન સાથે ઈંગ્લેન્ડની બરાબરી કરી હતી.

 

આ પછી સ્પેને મેચમાં સબ્સ્ટીટ્યૂટ ખેલાડી તરીકે મિકેલ ઓયારઝાબલને મેદાનમાં ઉતાર્યો. મિકેલે મેચની અંતિમ ક્ષણોમાં ગોલ કરીને સ્પેનને ચેમ્પિયન બનાવ્યું હતું. મિકેલે 86મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-1 કરી દીધો અને સ્પેને મેચ જીતી લીધી.

 

સ્પેન 4 વખત ટાઈટલ જીતનારી પહેલી ટીમ

સ્પેને યુરો 2024ની ફાઈનલમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવીને ચોથી વખત આ ટાઈટલ જીત્યું છે. હવે સ્પેન 4 યુરો ટાઈટલ જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. આ પહેલા જર્મનીએ ત્રણ વખત આ ખિતાબ જીત્યો હતો. આ સમગ્ર યુરો 2024 દરમિયાન સ્પેનના મિડફિલ્ડર રોડ્રીએ શાનદાર પ્રદર્શન રજૂ કર્યું. જે બાદ રોડ્રીને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ સિવાય સ્પેનના લેમિન યમલને ટુર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડી પસંદ કરવામાં આવ્યો.

Image - X

  • Follow us on: