- ભારત-A મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા-A સાથે વનડે, ટી20 અને ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે
- આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે
- આ ખેલાડીને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે
ભારત A મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે ત્રણ વનડે, ત્રણ ટી20 અને એક ટેસ્ટ મેચ રમાશે. આ પ્રવાસ માટેની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ પર ભારત-A મહિલા ક્રિકેટ ટીમની કમાન ઓફ સ્પિનર મિન્નુ મણીને સોંપવામાં આવી છે. આ સિવાય શ્વેતા સેહરાવતને ટીમની વાઈસ કેપ્ટન બનાવવામાં આવી છે.
આ ખેલાડીઓને મળી તક
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શબનમ શકીલને પણ ટીમમાં સામેલ કરવામાં આવી છે, પરંતુ શબનમ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી, તેથી જો તે આ પ્રવાસ સુધીમાં ફિટ થઈ જશે તો તે રમતી જોવા મળશે. આ પ્રવાસમાં પ્રિયા પુનિયાને પણ તક મળી છે. આ સિવાય ભારતીય સિનિયર ટીમમાંથી બહાર રહેલી મેઘના સિંહને પણ ટીમમાં સામેલ કરવામાં આવી છે. મેઘના આ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરીને સિનિયર ટીમ માટે પોતાનું સ્થાન પાક્કું કરવા માંગશે.
ભારત 'એ' વિ ઓસ્ટ્રેલિયા 'એ' નું શેડ્યુલ
પહેલી ટી20- 7 ઓગસ્ટ
બીજી ટી20- 9 ઓગસ્ટ
ત્રીજી ટી20- 11 ઓગસ્ટ
પહેલી વનડે - 14 ઓગસ્ટ
બીજી વનડ - 16 ઓગસ્ટ
ત્રીજી વનડે - 18 ઓગસ્ટ
ટેસ્ટ મેચ- 22 થી 25 ઓગસ્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે 18 સભ્યોની ભારત-A મહિલા ક્રિકેટ ટીમ
મિન્નુ મણિ (કેપ્ટન), શ્વેતા સેહરાવત (વાઈસ-કેપ્ટન), કિરણ નવગિરે, શુભા સતીશ, તેજલ હસબ્નીસ, પ્રિયા પુનિયા, ઉમા છેત્રી (વિકેટ કીપર), રાઘવી બિષ્ટ, સજના સજીવન, શિપ્રા ગિરી, મન્નત કશ્યપ, તનુજા કંવર, સાયકા ઈશાક , શબનમ શકીલ , સાયલી સતઘરે , એસ યશશ્રીસ, પ્રિયા મિશ્રા , મેઘના સિંહ.
Image - X