• નવા કોચ તરીકે ત્રણ વ્યક્તિ રેસમાં હતી
  • આશિષ નહેરાને આ ચાન્સની ઓફર હતી
  • નહેરાએ આ ઓફરની ના પાડી દીધી

BCCI ટીમ ઈન્ડિયાના નવા કોચની શોધમાં વ્યસ્ત છે. વર્લ્ડ કપ 2023 બાદ રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. આ પછી બોર્ડે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાને ટી20 કોચ બનવાની ઓફર કરી હતી, પરંતુ નેહરાએ આ ઓફર ફગાવી દીધી હતી. કોચ તરીકે નેહરાએ IPLમાં ગુજરાત ટાઇટન્સને સારી સફળતા અપાવી હતી. ગુજરાતે 2022માં તેની પ્રથમ સિઝનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ 2023માં ટીમ રનર અપ રહી. નેહરાના ઇનકાર બાદ રાહુલ દ્રવિડને ફરી એકવાર ટીમનો કોચ બનાવવામાં આવ્યા છે.

જૂન મહિનામાં ફરી ટુર્નામેન્ટ

BCCI ઈચ્છે છે કે રાહુલ દ્રવિડ આવતા વર્ષે જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ સુધી મુખ્ય કોચ તરીકે રહે. કારણ કે આશિષ નેહરાએ ટી-20 ટીમના કોચ બનવાની ના પાડી દીધી છે. દ્રવિડ ત્રણેય ફોર્મેટમાં ટીમને કોચિંગ આપી રહ્યો હતો. આગામી T20 વર્લ્ડ કપ જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રીતે રમાશે. હવે કોચ તરીકે દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનું માનવું છે કે, રાહુલ દ્રવિડને ટી20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે કોચ તરીકે રહેવું જોઈએ. જો દ્રવિડ BCCIનો પ્રસ્તાવ સ્વીકારે છે તો બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સહિત સમગ્ર સપોર્ટ સ્ટાફને નવા કોન્ટ્રાક્ટ આપવામાં આવે તેવી શક્યતા છે.


છેલ્લા એક દાયકામાં એક પણ ટ્રોફી નહી

જો કે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરી રહી છે અને રેન્કિંગમાં નંબર-1 પર છે. પરંતુ ટીમ છેલ્લા 10 વર્ષમાં એકપણ ICC ટ્રોફી જીતી શકી નથી. ટીમે છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફી 2013માં એમએસ ધોનીની કેપ્ટન્સીમાં જીતી હતી. રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી, પરંતુ બંને વખત ટીમને રનર્સઅપ રહેવું પડ્યું હતું.


  • Follow us on: