• BCCIએ રાહુલ દ્રવિડનો કાર્યકાળ લંબાવ્યો
  • BCCIએ સપોર્ટ ટીમનો પણ કાર્યકાળ લંબાવ્યો
  • સપોર્ટ સ્ટાફમાં પણ કોઈ ફેરફાર નહીં થાય

લાંબા સમયથી જે મુખ્ય ક્રિકેટ કોચ તરીકે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફનો કોન્ટ્રાક્ટ લંબાવ્યો છે. વર્લ્ડ કપ 2023 પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોર્ડ નવા કોચ અને નવા સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી શકે છે.

આ ઉપરાંત રાહુલ દ્રવિડ વિશે એવી અટકળો પણ ચાલી રહી હતી કે તે ટીમ ઈન્ડિયાના કોચિંગ પદ પરથી રાજીનામું આપી શકે છે. પરંતુ રાહુલ દ્રવિડ સાથે મીટિંગ અને વાતચીત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કોચ અને સપોર્ટ સ્ટાફમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

તેમજ BCCI તરફથી કહેવામાં આવ્યું કે, રાહુલ દ્રવિડે પોતાના કામથી ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં સુધારો કર્યો છે. તેમજ BCCIએ VVS લક્ષ્મણની પણ પ્રશંસા કરી છે. જે NCAના વડા તરીકે યુવા ખેલાડીઓને તૈયાર કરી રહ્યા છે. દ્રવિડની ગેરહાજરીમાં પણ લક્ષ્મણ ઘણી વખત ટીમ ઈન્ડિયા સાથે રહ્યો છે. આ સિવાય બંનેએ સાથે મળીને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે કામ કર્યું છે. 

બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું કે રાહુલ દ્રવિડની દ્રષ્ટિ અને દૃઢ પ્રયાસો ટીમ ઈન્ડિયાની સફળતામાં મહત્વપૂર્ણ આધારસ્તંભ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે તેમણે હંમેશા ઝીણવટભરી રીતે કામ કર્યું છે. તેમના કામની પ્રશંસા કરવામાં આવી છે. તેમની વ્યૂહરચનામાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. બિન્નીએ વધુમાં કહ્યું કે, મને ખુશી છે કે તેમણે મુખ્ય કોચ રહેવાની ઓફર સ્વીકારી છે અને તેઓ BCCI ના નિર્ણય સ્વીકારી છે. તેમાં કોઈ શંકા નથી કે દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા વધુ સફળ થશે અને સારું પ્રદર્શન કરશે.

  • Follow us on: