- એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું
- ભારતીય ટીમ પરત ફરતી હતી ત્યારે બની અજીબ ઘટના
- રોહતિ શર્મા હોટલમાં ભૂલ્યા પોતાનો પાસપોર્ટ
ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માને પોતાની કિંમતી ચીજવસ્તુઓ ભૂલી જવાની આદત છે અને આ વાતનો ખુલાસો વિરાટ કોહલીએ તેમના એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. આવું જ દ્રશ્ય શ્રીલંકામાં જોવા મળ્યું જ્યારે ટાઈટલ જીત્યા બાદ રોહિત સહિત ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઘરે પરત જવા માટે ટીમની બસમાં સવાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોહિત પોતાનો પાસપોર્ટ હોટલમાં જ ભૂલી ગયા હતા અને થોડા સમય પછી સપોર્ટ સ્ટાફનો એક સભ્ય તેને લઈને આવ્યો અને રોહિતને આપ્યો.
ફેન્સને કોહલનું નિવેદન આવ્યું યાદ
રોહિત શર્માની આ આદતને લઈને ફેન્સને કોહલીનું એ નિવેદન યાદ આવ્યું જ્યારે તેણે કહ્યું હતું કે રોહિત ઘણીવાર હોટલમાં પોતાનો આઈપેડ, મોબાઈલ અને પાસપોર્ટ પણ ભૂલી જાય છે. એકવાર તે તેની લગ્નની વીંટી પણ હોટલમાં ભૂલી ગયા હતા, જો કે તે દર વખતે તેને શોધી લે છે. અહીં પણ રોહિતનો પાસપોર્ટ મળ્યા બાદ ટીમ બસ હોટલથી એરપોર્ટ જવા રવાના થઈ હતી.
એશિયા કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની મેચમાં એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજના શાનદાર બોલિંગ પ્રદર્શનના આધારે ભારતે શ્રીલંકાને માત્ર 50 રનના સ્કોર પર પેવેલિયન મોકલ્યું હતું. આ પછી, તેઓએ આ લક્ષ્યાંક 6.1 ઓવરમાં કોઈપણ નુકસાન વિના હાંસલ કર્યો અને આઠમી વખત આ ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહી.
રોહિતે એશિયા કપમાં બેટથી વિશેષ સિદ્ધિ મેળવી હતી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપ 2023માં બેટથી સારું પ્રદર્શન કર્યું હતું. તેમણે નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. આ સિવાય રોહિત વનડેમાં પોતાના 10,000 રન પણ પૂરા કરવામાં સફળ રહ્યો હતો. આ કિસ્સામાં, તે વિરાટ કોહલી પછી ભારતના બીજા સૌથી ઝડપી બેટ્સમેન છે જેણે ઓછી ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો.