• એશિયા કપના ફાઈનલમાં ભારતીય ટીમની જીત
  • ભારતે શ્રીલંકા વિરુદ્ધ 10 વિકેટે મેળવી જીત
  • રોહિત શર્માએ અત્યાર સુધી 9 ટ્રોફી જીતી

ભારતીય ટીમે રોહિત શર્માના નૈતૃત્વ હેઠળ એશિયા કપ 2023નો ખિતાબ જીત્યો છે. ભારતે ફાઈનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું છે. આ પ્રથમ વખત નથી નથી જ્યારે ભારતીય ટીમે રોહિત શર્માની નૈતૃત્વ હેઠળ ટ્રોફી જીતી છે. આ પહેલાં વર્ષ 2018માં રમાયેલા એશિયા કપમાં પણ ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માના નૈતૃત્વમાં ચેમ્પિયન બની હતી.

IPLમાં 5 વખત ટ્રોફી જીતી

રોહિત શર્મા કેટલો શાનદાર કેપ્ટન છે, તે વાતનો અંદાજ IPL પરથી પણ લગાવી શકાય છે. રોહિત IPLમાં 5 ટ્રોફી જીતનારો પ્રથમ કેપ્ટન બન્યો હતો. ભારતીય કેપ્ટન હોવાની વાત કરવામાં આવે તો, 2018માં એશિયા કપ ઉપરાંત રોહિત શર્માએ આ જ વર્ષે નિદાહાસ ટ્રોફીમાં ભારતને જીત અપાવી હતી. અત્યાર સુધી રોહિત શર્માએ કેપ્ટન તરીકે અનેક ટ્રોફી જીતી છે.

રોહિતે ચેમ્પિયન ગીલનો પણ ખિતાબ જીત્યો

IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનું નૈતૃત્વ કરનારા રોહિત શર્માએ પોતાની ટીમ માટે ચેમ્પિયન્સ લીગનો ખિતાબ પણ જીત્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે 2013માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમતા ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી હતી. રોહિત શર્મા IPL અને ભારત માટે અત્યાર સુધી કુલ 9 ટ્રોફી જીતી ચૂક્યો છે.

રોહિત શર્માનો કેપ્ટન તરીકે રેકોર્ડ

લીગ વર્ષ પરિણામ
IPL 
2012
જીત
ચેમ્પિયન્સ લીગ-20 2023જીત
IPL 2015જીત
IPL 2017જીત
એશિયા કપ 2018જીત
નિદાહાસ ટ્રોફી 2018જીત
IPL 2019જીત
IPL 2020જીત
એશિયા કપ 2023જીત

એશિયા કપમાં ભારતની 8મી વખત જીત

ઉલ્લેખનીય છે કે, આ વખતે ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં 8મી વખત જીત મેળવી છે. આ સાથે જ ભારતીય ટીમ એશિયા કપમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની છે. આ અગાઉ પણ ભારતે રોહિત શર્માના નૈતૃત્વમાં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.

  • Follow us on: