- એશિયા કપના ફાઈનલમાં ભારતની 10 વિકેટ જીત
- મોહમ્મદ સિરાઝે શ્રીલંકાનો ટોપ અને મિડલ ઓર્ડર ધ્વસ્ત કર્યો
- મોહમ્મદ સિરાઝે 4 લાખ રૂપિયાનું કર્યું દાન
એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝે 6 વિકેટ લીધી છે. આ મેચમાં સિરાઝ સૌથી સફળ બોલર રહ્યો હતો. સિરાઝે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ સાથે જ સિરાઝે એક ઓવરમાં 4 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શન સિરાઝને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો, પરંતુ આ એવોર્ડ લેવા સમયે સિરાઝે એક જાહેરાત કરીને તમામ લોકોના દિલ જીતી લીધાં છે.
4 લાખ ગ્રાઉન્ડ સ્ટાફને આપ્યા
મેન ઓફ ધ મેચ બન્યા બાદ સિરાઝને 5 હજાર ડૉલર એટલે 4 લાખનું ઈનામ આપવામાં આવ્યું હતું. સિરાઝે આ રૂપિયા કોલંબા ક્રિકેટ સ્ટેડિયમના સ્ટાફને દાનમાં આપ્યા હતા. મેન ઓફ ધ મેચનો ખિતાબ લેવા સમયે મોહમ્મદ સિરાઝે જાહેરાત કરી હતી કે, તે આ રકમ શ્રીલંકાના ગ્રાઉન્ડ મેનને દાન કરવા માંગે છે. સિરાઝે કહ્યું હતું કે, કે ગ્રાઉન્ડ સ્ટાફે એશિયા કપ 2023માં ઘણી મહેનત કરી છે. જેથી તે આ ઈનામના હકદાર છે.
સિરાઝને મળ્યું હતું 4 લાખનું ઈનામ
સિરાઝને પ્લેયર ઓફ ધ મેચ સાથે ઈનામ તરીકે અંદાજે 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. સિરાઝે પોતાની ઈનામી રકમ ગ્રાઉન્ડ સ્ટાફને આપી હતી. આ એવોર્ડ મેળવતી વખતે સિરાઝે કહ્યું હતું કે, મારા મતે આ ઈનામના સાચા હકદાર ગ્રાઉન્ડ સ્ટાફના માણસો છે. આ લોકોની મહેનત વિના આ ટૂર્નામેન્ટ શક્ય નહતી.
BCCI આપશે 42 લાખ રૂપિયા
BCCIએ પણ પીચ ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડ્સમેન ઈનામ તરીકે રૂપિયા આપવાનું જણાવ્યું છે. BCCI સચિવ જય શાહે જાહેરાત કરતા કહ્યું હતું કે, મેદાન અને પીચને રમવા લાયક બનાવવામાં ગ્રાઉન્ડ મેન અને પીચ ક્યૂરેટર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. જેથી તે આ તમામને 42 લાખ રૂપિયાનું ઈનામ આપશે.