• એશિયા કપ 2023ના ફાઈનલમાં ભારતીય ટીમની જીત
  • ભારતે 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો
  • શ્રીલંકાની ટીમ માત્ર 50 રન પર ઓલઆઉટ

એશિયા કપ 2023ના ફાઈનલ મેચમાં ભારતીય ટીમનું બોલ અને બેટથી એકતરફી પ્રદર્શન જોવા મળ્યું છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ આ મેચમાં ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રન પર ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ એક પણ વિકેટના નુકસાન વિના 6.1 ઓવરમાં આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો છે. આ સાથે જ ભારતે 8મી વખત એશિયા કપનો ખિતાબ જીતવા સાથે વનડે ક્રિકેટમાં અમુક નવા રેકોર્ડ પણ બનાવ્યા છે.

ભારતે વનડેમાં મેળવી સૌથી મોટી જીત

શ્રીલંકા વિરુદ્ધ આ મેચમાં ભારતીય ટીમે પોતાના વનડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ 263 બોલ પહેલાં જ મેચ જીતી છે. આ પહેલાં વર્ષ 2001માં ભારતીય ટીમની વનડેમાં આવી જ જીત થઈ હતી. કેન્યા વિરુદ્ધ મેચમાં ભારતીય ટીમે 231 બોલ પહેલાં જ મેચ જીતી હતી.

વનડે ફાઈનલમાં બીજી વખત 10 વિકેટે જીત

વનડે ક્રિકેટ ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાએ બીજી વખત કોઈ ટૂર્નામેન્ટના ફાઈનલમાં 10 વિકેટે જીત મેળવી છે. આ પહેલાં વર્ષ 1998માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ફાઈનલ મેચમાં ભારતે 10 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતને જીત માટે 197 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના પ્રાપ્ત કર્યો હતો. ભારત બાદ આ લિસ્ટમાં બીજા નંબરે ઓસ્ટ્રેલિયાની ટીમ છે. ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2003માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિડનીના મેદાન પર 188 રનના ટાર્ગેટ વિકેટ ગુમાવ્યા વિના પ્રાપ્ત કર્યો હતો.

  • Follow us on: