• 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં યોજાશે વર્લ્ડકપ
  • વર્લ્ડકપ પહેલાં ભારતીય ટીમની જર્સી વાયરલ

વનડે વર્લ્ડકપ પહેલાં સોશિયલ મીડિયા પર ભારતીય ટીમની જર્સી લીક થઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ જર્સીમાં BCCIના લોગોની ઉપર 2 સ્ટાર જોવા મળે છે. જો કે, હજુ ભારતીય ટીમની અધિકૃત જર્સી રિલીઝ કરવામાં આવી નથી. જેથી હવે જર્સી વાયરલ થવા પર ફેન્સ 2 સ્ટારનો મતલબ પૂછી રહ્યા છે. કારણ કે, એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર 3 સ્ટાર રાખવામાં આવ્યા છે.

વનડે વર્લ્ડકપમાં જીતનું પ્રતીક

આ સવાલનો જવાબ એ છે કે, વર્લ્ડકપ દરમિયાન ખેલાડીઓ જે જર્સી પહેરશે, તેમાં 1983 અને 2021 વર્લ્ડકપમાં તેની જીતનું પ્રતીક હશે. ભારતે 50 ઓવરના ફોર્મેટમાં 2 ખિતાબ જીત્યા છે. જેથી કહેવામાં આવી રહ્યું છે કે, આ 2 સ્ટાર વર્લ્ડકપ જીતના પ્રતીક હશે. ભારતીય ટીમ T-20 વર્લ્ડકપ 2007 પણ જીતી હતી. જેથી બીજી ટૂર્નામેન્ટમાં 3 સ્ટારવાળી જર્સી પહેરીને ઉતરી હતી.

5 ઓક્ટોબરે વર્લ્ડકપની થશે શરૂઆત

વર્લ્ડકપની શરૂઆત 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચથી થશે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. સાથે ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. રિપોર્ટ્સ અનુસાર, જર્સીની ડિઝાઈન આકિબ વાનીએ કરી છે. આકિબ એક ડિઝાઈનર છે, જેણે વિવિધ બ્રાંડ સાથે કામ કર્યું છે.

  • Follow us on: