• 5 ઓક્ટોબરની વર્લ્ડકપની થશે શરૂઆત
  • આ વર્ષે ભારતમાં રમવામાં આવશે વર્લ્ડકપ
  • ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપ માટે ટીમ જાહેર કરી

વર્લ્ડકપ 2023 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ન્યૂઝીલેન્ડે વર્લ્ડકપ 2023 માટે ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડે કેન વિલિયમસનના નૈતૃત્વવાળી ટીમની જાહેરાત કરી છે. જેમાં ટ્રેંર બોલ્ટ, માર્ક ચેમપમેન અને ટોમ લેથમ સહિત 15 ખેલાડીને સામેલ કરવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડની ટીમ અત્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ રમી રહી છે.

ટીમમાં યુવા ખેલાડીઓને પણ મળી તક

ન્યૂઝીલેન્ડે ટીમમાં અનુભવી ખેલાડીઓ સાથે યુવા ખેલાડીઓને પણ સ્થાન આપ્યું છે. ટીમમાં ઘાતક બોલર બોલ્ડને વર્લ્ડકપની ટીમમાં સ્થાન આપ્યું છે. બોલ્ટે તાજેતરમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘાતક બોલિંગ કરી છે. તેમણે વનડે સીરિઝની બીજી મેચમાં 7 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ મેળવી હતી, જો કે, ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ જીતી શકી નહતી.

ટીમમાં ડેવોન કેનવેને મળ્યું સ્થાન

ટીમમાં ડેવોન કોનવેને તક આપવામાં આવી છે. કોનવે ન્યૂઝીલેન્ડ માટે 20 વનડે મેચ રમી ચૂક્યો છે. જેમાં કોનવેએ 858 રન બનાવ્યા છે. તેમણે આ દરમિયાન 4 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. તેનો વનડેનો સર્વશ્રેષ્ટ સ્કોર 138 રન રહ્યો છે. ચેપમેન 12 વનડે મેચ રમ્યો છે. આ દરમિયાન તેમણે 2 સદી ફટકારી છે. તેમણે 132 મેચમાં 3 હજાર 781 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 7 સદી અને 21 ફિફ્ટી ફટકારી છે.


વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ-

કેન વિલિયમસન(કેપ્ટન), ટ્રેંટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિફ્સ, રચિન રવિન્દ્ર, મિચ સેંટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, વિલ યંગ.

  • Follow us on: