• વર્લ્ડકપ માટે ભારતીય સ્ક્વોડની જાહેરાત
  • ભારતીય ટીમમાં સંજૂ સેમસનને ન મળ્યું સ્થાન
  • અશ્વિને જણાવ્યું ઈશાનને સ્થાન મળવાનું કારણ

વર્લ્ડકપ 2023 માટે મંગળવારે ભારતે 15 સભ્યોના સ્ક્વોડની જાહેરાત કરી હતી. ટીમમાં ઈશાન કિશનને બેકઅપ વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જે બાદ આના પર ચર્ચા શરૂ થઈ છે કે, સંજૂને ટીમમાં સ્થાન કેમ ન મળ્યુ?. આ તમામ વચ્ચે ટીમના સ્ટાર સ્પિનર આર.અશ્વિને જણાવ્યું કે, ઈશાન કિશનને બદલે સંજૂ સેમસન શ્રેષ્ઠ કેમ છે?

પાકિસ્તાન વિરુદ્ધ ઈશાને કર્યું હતું શ્રેષ્ઠ પ્રદર્શન

અશ્વિને જણાવ્યું કે, ઈશાન કિશન અનેક રોલમાં ફિટ બેસે છે. સ્પિનરે પોતાના યૂટ્યુબ ચેનલ પર આ અંગે ચર્ચા કરી છે. એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન વિરુદ્ધ નંબર 5 પર આવીને ઈશાને 82 રનની ઈનિંગ રમી તમામને પ્રભાવિત કર્યા હતા. અશ્વિને આગળ કહ્યું કે, આ ઈશાન અને સંજૂ વચ્ચે કોમ્પિટિશન નથી. કારણ કે, ઈશાન અનેક રોલ નિભાવી ચૂક્યો છે. જ્યારે તમે 15 સભ્યોના સ્ક્વોડની પસંદગી કરો છો, તો તમે 2 વિકેટકીપરની પસંદગી કરો છો.

ઈશાન કિશન ટૂ ઈન વન

અશ્વિને આગળ જણાવ્યું કે, ઈશાન કિશન બેકઅપ વિકેટકીપર સાથે બેકઅપ ઓપનર પણ છે. તે ટૂ ઈન વન ખેલાડી છે. હવે ઈશાન કિશન નંબર 5 પર સફળ થયા છે, તો તે ભારતને મિડલ ઓર્ડરમાં મદદ કરી શકે છે. દરેક લોકો કહેતા હતા કે, ઈશાન નંબર 5 પર બેટિંગ કરી શકે નહીં, પરંતુ ઈશાને નંબર 5 પર બેટિંગ કરીને બતાવ્યું છે.

પાકિસ્તાન વિરુદ્ધ રમ્યો હતો શાનદાર ઈનિંગ

એશિયા કપમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમ્યું હતું. જેમાં ઈશાન કિશન વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતો જોવા મળ્યો હચો. ઈશાને નંબર 5 પર બેટિંગ કરીને 81 બોલ પર 82 રનની ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં 9 ફોર અને 2 સિક્સ સામેલ હતા.

વર્લ્ડકપ માટે ભારતીય સ્ક્વોડ

શુભમન ગિલ, રોહિત શર્મા(કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા(ઉપ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર.

  • Follow us on: